તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ૧૩૦ દિવસમાં ન્યાય આ રીતે મળ્યો
મૂળ બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના આરોપીઓ દ્વારા ગુજરાત (સુરત કોસંબા) ગેંગરેપની ઘટનાઃ તારીખ પે તારીખ સંવાદથી ઉલટું થયું લોકો જે જાણવા માગે છે,તેની ઘટના સ્થળથી અદાલતના પ્રાંગણ સુધીની અથ થી ઇતિ સુધીની દાસ્તાન અકિલા સમક્ષ તપાસનાં સુકાની ડીવાયએસપી આર આર સરવૈયા વર્ણવે છે, ગુજરાતભરમાં વાયરલ કિસ્સામાં રેન્જવડા પ્રેમવીરસિહ, એસપી હિતેષ જોયસરનાં માર્ગદર્શનમાં સરકારી વકીલ નયનભાઈ સુખડવાડિયાની ધારદાર દલિલોએ પોલીસની અદભુત તપાસને બળ આપ્યું

રાજકોટ તા.ર૧: ફિલ્મ દામિનીમાં જાણીતા અભિનેતા શન્ની દેઓલ દ્વારા અદાલતમાં મહત્વના કેસમાં પણ વારંવાર આપતી મુદત સંદર્ભે તારીખ પે તારિખ જેવો સવાંદ ખૂબ પ્રચલિત થયેલ. આ માન્યતાથી વિપરીત સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ સામૂહિક ગેંગતેઓની ઘટનામાં એક માત્ર જૂની બાઈક આધારે આરોપીઓ ગુજરાત છોડી જય તે પહેલાં ઝડપી, ફૂલ પ્રૂફ પુરાવાની સાંકળ ગુથી ૧૩૦ દિવસના જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા તથા ભોગ બનનારને ૧૦ લાખનું વળતર મળતા આ ઘટના ખૂબ વાયરલ બની અને લોકો રેન્જ વડા પ્રેમવીરસિહ, સુરત ગ્રામ્ય એસપી હિતેષ જોયસરનાં માર્ગદર્શનમાં જેમના સુકાની પદ હેઠળ સરકારી વકીલ ટીમની જહેમતથી સફળતા મળી છે તેવા કામરેજના વિભાગીય વડા આર આર સરવૈયાએ અકિલા સમક્ષ આ ઘટનાનું અથ થી ઇતિ સુધીની વાતો વર્ણવી છે.
આ મામલામાં તમામ કલમો તપાસ દરમિયાન ઉમેરી તપાસ શરૂ કરેલ. શરૂઆતમાં આ તપાસ કોસંબો પોલીસ મથકના પીઆઇ એમ.કે.સ્વામી દ્વારા કરવામાં આવેલ.બનાવની ગંભીરતા સમજી સિનિયર અઘિકારીઓનાં સૂચનથી વિશેષ તપાસ એમે હાથ ધરેલ. તેમ અકિલા સાથેની વાતચીતમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કાર્યકાળ દરમિયાન ખૂબ પડકારરૂપ કેસો ઉકેલી ચૂકેલા ડીવાયએસપી આર.આર સરવૈયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ.
તપાસ ઝડપી અને તલસ્પર્શી હોય કોસંબા પોલીસ, સુરત ગ્રામ્ય એલસીબી, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા સુરત ગ્રામ્યના અન્ય પોલીસ સ્ટાફ મદદમાં ટીમ વર્કથી સાથે રહેલ.
આ ઘટનામાં આરોપી તરીકે બિહારના મુન્ના પાસવાન, મઘ્ય પ્રદેશના શિવ શંકર અને મૂળ ઉત્તર પ્રદેશના રામ જીવનની અટક કરેલ.
ગેંગરેપનો ગુનો ડીટક ક૨વાની ઘટનાક્રમઃ-
ગેંગરેપ નો ગંભીર ગુનો બનતા તાત્કાલીક જિલ્લા પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોચી ભોગબનાર ફરીયાદી/સગીરાને જરૂરી કાઉન્સલીંગ કરવામાં આવેલ, તથા મેડીકલ સારવાર કરાવેલ. જિલ્લા પોલીસ દ્વારા ગુનાવાળી જગ્યા કોર્ડન કરાવી, ગુનાવાળી જગ્યાએ તાત્કાલીક એફ.એસ.એલ, તથા ડોગ સ્વોવ્ડ બોલાવી જરૂરી પુરાવા એકત્રીત કરેલ,
ગુનામાં સંડોવાયેલ અજાણ્યા આરોપીઓને શોધી કાઢવા માટે તાત્કાલીક જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તથા અંગત હ્યુમન શોર્શીસ દ્વારા તપાસ કરી, તથા શંકાસ્પદ આરોપીઓના સ્કેચ તૈયાર કરાવી આરોપીઓને શોધી કાઢવા ત્વરીત કાર્યવાહી હાથ ધરેલ.
ગુનાવાળી જગ્યાએથી આરોપીઓ એક મોટર સાયકલ મુકી નાશી ગયેલ હોય જે ખુબજ જુનુ હોય જેના માલીક ઘણા ટ્રાન્સફર થઈ ગયેલ હોય જે દીશામાં તપાસ કરી છેલ્લા ઓનરને શોધી કાઢી સઘન પુછપરછ કરતા શકમદ આરોપીઓની માહિતી
સુરત જિલ્લા પોલીસ તથા સુરત શહેર પોલીસની સંયુક્ત રીતે ત્વરીત કાર્યવાહીના આધારે સંડા તી. ઇજાગ્રસ્ત મયુરભાઇએ હુમલો કરનાર શૈલેષની ભત્રીજી સાથે પ્રેમલગ્ન કરેલ હોય તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે મયુરભાઇએ ફરીયાદ કરતા ધોરાજી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
