તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
એક્સટેન્શન પર ચાલે છે ગુજરાત સરકાર: વયનિવૃત્તિ બાદ પણ 568 અધિકારીઓની પુનઃ નિમણૂંક કરાઈ
રાજ્ય સરકારમાં છેલ્લાં 2 વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વયનિવૃત્તિ બાદ કેડરના કેટલા અધિકારી/કર્મચારીઓની નિમણૂક માટેની મંજૂરી આપી? ગૃહમાં પુછાયો પ્રશ્ન

ગાંધીનગર :રાજ્યમાં હાલ બદલીની સિઝન ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સામાન્ય વહીવટ વિભાગને સવાલ પૂછ્યો હતો કે, '31-12-2023ની સ્થિતિએ રાજ્ય સરકારમાં છેલ્લાં 2 વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વયનિવૃત્તિ બાદ કેડરના કેટલા અધિકારી/કર્મચારીઓની નિમણૂક માટેની મંજૂરી આપી છે?'
આ સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતુ કે, 'રાજ્યમાં વર્ષ 2022માં 369, વર્ષ 2023માં 199 એમ કુલ મળીને 568 અધિકારીઓ કર્મચારીઓને પુનઃનિમણૂક આપવામાં આવી છે. જે IAS વર્ગ 1-2-3-4 અધિકારી કર્મચીઓને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં ખાસ IAS સંવર્ગના કુલ 31 અધિકારીઓને વય નિવૃત્તિ બાદ કરાર આધારિત પુન:નિમણૂક થઈ છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
