તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 21st February 2025
ચાણસ્મા પાલિકાની ચૂંટણીમાં ત્રણ અપક્ષ વિજેતા ઉમેદવારોએ કોંગ્રેસનો હાથ પકડ્યો :શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ પહેર્યો
ત્રણ અપક્ષ ઉમેદવારોમાંથી એક ભાજપ પક્ષે સસ્પેન્ડ કરેલ ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખ પુરુષોતમ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા .

ચાણસ્મા પાલિકાની ચૂંટણી મામલે અપક્ષમાંથી જીતેલા ઉમેદવારોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પાટણમાં શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી અપક્ષમાંથી કોંગ્રેસમાં જોડાયા છે.
પાટણ જિલ્લાની ચાણસ્મા પાલિકાની ચૂંટણીમાં ત્રણ અપક્ષ વિજેતા ઉમેદવારો કોંગ્રેસમાં જોડાયા છે. અપક્ષ ઉમેદવારોમાં એક ભાજપ પક્ષે સસ્પેન્ડ કરેલ ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખ પુરુષોતમ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા છે. ચાણસ્મા પાલિકામાં 15 બેઠકો સાથે ભાજપ બહુમતીમાં તો સામે અપક્ષ ઉમેદવારો જોડાતા કોંગેસની 5માંથી 8 બેઠકો થઇ છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
