<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

વિરમગામની આંગણવાડીને નવા રંગરૂપ

ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા વિરમગામની આંગણવાડીનું રીનોવેશન કરી નવા રંગરૂપ અપાયા બાદ ખુલ્લી મુકવામાં આવી છે. આ ઉદ્દઘાટન પ્રસંગે આઇઓસીએલ એક્‍ઝિકયુટીવ ડાયરેકટર વેંકટરામન, જનરલ મેનેજર મનોજ ગુપ્‍તા, આશિષ ગોખલે, રાજકોટથી એચ.આર. હેડ રજત ગોયલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ અંતર્ગત મિતાબેન જાની વિરમગામ તાલુકા આંગણવાડીના ઇન્‍ચાર્જ તરીકે હાજર રહેલ. આંગણવાડીના બાળકો માટે રમતગમતના સાધનો તેમજ જ્ઞાન સાથે ગમ્‍મત થાય તેવી વસ્‍તુઓ આપવામાં આવી હતી. આવી ત્રણ સ્‍માર્ટ આંગણવાડી વિરમગામમાં બનાવવામાં આવી છે. બાલ વિકાસ યોજના અંતર્ગત આ રીનોવેશન કાર્ય હાથ ધરાયુ હતુ.

(2:24 PM IST)