<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

દેશના વિકાસને નવી દિશા આપતુ સમતોલ બજેટ : હિરેન જોશી

રાજકોટ તા. ૨૧ : ગુજરાત સરકારના ઐતિહાસિક બજેટથી રાજય અને દેશના વિકાસને નવી દિશા મળશે. ગુજરાત દેશના સમૃધ્‍ધિ અને વિકાસમાં મોખરાનું યોગદાન આપશે. તેમ બજેટને આવકારતા પ્રદેશ ભાજપ અગ્રણી હિરેન જોશીએ જણાવ્‍યુ છે.

બજેટમાં કૃષિ અને ખેડુત કલ્‍યાણ માટે વિશાળ ફાળવણી, મહિલા સશક્‍તિકરણ માટે નવી યોજનાઓ, આરોગ્‍ય ક્ષેત્રે ઐતિહાસિક રોકાણ કરાયુ છે. દાહોદ જિલ્લામાં નવી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની એરપોર્ટ સુવિધા વિકસાવવાથી આદીવાસી વિસ્‍તારને મોટી ભેટ સાબીત થશે. રાજયમાં વિશ્વસ્‍તરીય એકસપ્રેસ-વે નેટવર્ક વિકસાવવા માટે ‘નમો શક્‍તિ એકસપ્રેસ વે પ્રોજેકટ શરૂ કરાશે. જે મુખ્‍ય ઔદ્યોગીક શહેરો અને બંદરોને માર્ગોથી એક બીજા સાથે જોડી દેશે. એકંદરે બજેટમાં મહત્‍વપૂર્ણ નીતિઓ જાહેર કરવામાં આવી હોવાનું હિરેન જોશીએ અંતમાં જણાવ્‍યુ છે.

(4:11 PM IST)