<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

ર૪ મી સુધી તાપમાનની રેન્‍જ ૩૪ થી ૩૬ ડીગ્રી વચ્‍ચે અને રપ થી ર૭ પારો ૩પ થી ૩૮ ડીગ્રી વચ્‍ચે રહેશે

વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સની અસરથી ઉતર ભારતમાં તા.રપ થી ર૮ ફેબ્રુઆરી સુધી બરફવર્ષા, વરસાદ પડશે

રાજકોટઃ જાણીતા વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા.ર૧ થી ર૮ ફેબ્રુઆરી સુધીની આગાહી કરી છે. ઉતર ભારતમાં બરફવર્ષા અને વરસાદ પડશે તો સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતમાં મહતમ તાપમાન નોર્મલથી ઉંચુ જ રહેશે.

હાલમાં સવારે ઠંડી જેવુ લાગતુ નથી. ન્‍યુનતમ તાપમાન નોર્મલથી એક બે ડીગ્રી ઉંચુ નોંધાય છે. હાલ ન્‍યુનતમ નોર્મલ તાપમાન ૧૬ ડીગ્રી ગણાય જયારે મહતમ તાપમાન નોર્મલથી ૧ થી ૩ ડીગ્રી ઉંચુ રહે છે. હાલમાં નોર્મલ મહતમ તાપમાન વધ્‍યુ છે. જે હાલ ૩ર થી ૩૩ ડીગ્રી ગણાય.

ગઇકાલે અમદાવાદ ૩ર.પ (નોર્મલ થી ર ડીગ્રી ઉંચુ), રાજકોટ ૩૪.પ (નોર્મલથી ર ડીગ્રી ઉંચુ), વડોદરા ૩૪ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ), ડીસા ૩૪.૬ (નોર્મલથી ૩ ડીગ્રી ઉંચુ), ભુજ ૩૪.૭ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ) નોંધાયેલ.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલ જણાવે છે કે નોર્થ ઇન્‍ડીયામાં તા.રપ થી ર૮ ફેબ્રુઆરી દરમ્‍યાન વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સની અસરથી પહાડી વિસ્‍તારોમાં બરફવર્ષા અને વરસાદ તેમજ મેદાની વિસ્‍તારોમાં વરસાદ પડશે.

વેધરએનાલીસ્‍ટ શ્રીઅશોકભાઇ પટેલે તા. ર૧ તી ર૮ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે પવન મુખ્‍યત્‍વે પヘમિ ઉતર, અને ઉતર પヘમિના ફુંકાશે. પવનની ગતિ ૧૦ થી ૧પ કિ.મી. જેમાં એકાદ બે દિવસ ૧૦ થી ર૦ કિ.મી.ના ફુંકાશે. આગાહી સમયના ઘણા દિવસોમાં આકાશમાં છુટા છવાયા વાદળો થશે.

કચ્‍છ અને પヘમિ સૌરાષ્‍ટ્રમાં તા.ર૭, ર૮ના ઝાકળની શકયતા છે. બાકી અમુક દિવસો કચ્‍છ તરફ ઝાકળની સંભાવના છે.

તા.ર૧ થી ર૪ મહતમ તાપમાન સામાન્‍ય કરતા વધુ રહેશે. જેની રેન્‍જ ૩૪ થી ૩૬ વચ્‍ચે રહેશે.

(3:53 PM IST)