<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

‘‘એશિયાયાટિક સિંહ સંરક્ષણના ઈતિહાસમાં કાળો ગુરૂવાર સાબિત'': ભૂષણ પંડયા

ગીર અભ્‍યારણ નજીક હોટલ-રિસોર્ટને છુટ આપતો સરકારનો નિર્ણય સેન્‍ચ્‍યુરી નજીક સંભવિત બાંધકામો વન્‍ય પ્રાણીઓના કોરિડોર્સને અવરોધશેઃ માણસો સાથે ઘર્ષણ વધશેઃ સિંહોમાં ઇનફાઇટ- ઇનબ્રીડીંગની સમસ્‍યાઓ થશે

રાજકોટઃ તા. ૨૧ તાજેતરમાં રાજય સરકાર દ્વારા ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન, ગીર વન્‍ય પ્રાણી અભ્‍યારણ, પાણીયા વન્‍યપ્રાણી અભ્‍યારણ તથા મીતીયાળા વન્‍ય પ્રાણી અભ્‍યારણ સાથે એશીયાટીક સિંહોના નિવાસ સ્‍થાન એવા ગીર જંગલ નજીક હોટલ, રિસોર્ટ વગેરે જેવી પ્રવૃતિઓને મંજુરી અપાતા હાનિકારક સ્‍થિતિ ઉભી  થવાની શકયતા  સ્‍ટેટ બોર્ડ  ફોર વાઇલ્‍ડ લાઇફના પૂર્વ સભ્‍ય અને વાઇલ્‍ડ લાઇફ ફોટો ગ્રાફર  ભુષણભાઇ પંડયાએ દર્શાવી છે.આ સુધારો ગીર સંરક્ષિત વિસ્‍તાર (PA), એટલે કે - ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન, ગીર વન્‍યપ્રાણી અભયારણ્‍ય, પાણીયા વન્‍યપ્રાણી અભયારણ્‍ય અને મીતીયાળા વન્‍યપ્રાણી અભયારણ્‍ય - અને તેની એશિયાટિક સિંહો સહિતની વાઇલ્‍ડ લાઇફ માટે અત્‍યંત હાનિકારક સાબિત થશે.

૧લી જુલાઈ ૨૦૧૫ ના જી.આર. મુજબ, હોટલ, રિસોર્ટ વગેરે જેવી ઘણી પ્રવળત્તિઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત હતી.હતી. તેમને ગેરકાયદેસર ગણવામાં આવતી હતી. આજનો સુધારો જાણે ગેરકાયદેસર પ્રવળત્તિઓને કાયદેસર બનાવવા માટે જ બનાવાયો છે! અભયારણ્‍યોની નજીક સંભવિત બાંધકામો અને માનવીય  પ્રવળત્તિઓને હિસાબે ઉત્‍પન્ન થતું દબાણ ગીર અને ગ્રેટર ગીર બંનેના હેબિટાટ અને વન્‍યપ્રાણીઓ માટે અત્‍યંત વિનાશકારી બનશે.  નવા બાંધકામો વન્‍યપ્રાણીઓના કોરિડોર્સને અવરોધશે. માનવી અને પ્રાણીઓ વચ્‍ચેના સંઘર્ષમાં વધારો થશે અને સિંહોના રહેઠાણના ભાગલા પડી જશે, જેના પરિણામે સિંહોમાં ઇનફાઈટીંગ અને ઇનબ્રીડિંગ ની  અતિ ગંભીર સમસ્‍યાઓ થશે. સંરક્ષિત વિસ્‍તારોને પ્રાણી સંગ્રહાલય માં પરિવર્તિત કરવામાં આવી રહ્યા છે! હોટેલો અને રિસોર્ટસ આરક્ષિત વિસ્‍તારોથી એક કિલોમીટર કરતાં થોડાં વધારે દૂર હોય તેમાં શું મુશ્‍કેલી છે?  ગઇકાલનો દિવસ એશિયાટિક સિંહ સંરક્ષણના ઈતિહાસના છેલ્લા ૧૨૫ વર્ષમાં કાળો સાબિત થયો હોવાનું પણ ભૂષણ પંડ્‍યા (પૂર્વ સભ્‍ય, સ્‍ટેટ બોર્ડ ફોર લાઇફ )એ જણાવ્‍યું હતું.

(4:09 PM IST)