News of Friday, 21st February 2025
ઇડર શહેરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો: વેપારીઓને શંકા જતા પોલીસ હવાલે કર્યો
વેપારીઓને ફૂડ ઇન્સ્પેકટર તરીકે ઓળખ આપી લોકોને પરેશાન કરતો :અનેક દુકાનોમાં ફૂડ ઓફિસરની ઓળખ આપી પૈસાની માંગ કરતો

સાબરકાંઠાના ઇડર શહેરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે , છેલ્લા બે દિવસથી ઈડરના વેપારીઓને ફૂડ ઇન્સ્પેકટર તરીકે ઓળખ આપી લોકોને પરેશાન કરતો હતો , ઉપરાંત અનેક દુકાનોમાં ફૂડ ઓફિસરની ઓળખ આપી પૈસાની માંગ કરતો હતો.દરમિયાન વેપારીઓને શંકા જતા નકલી ફુડ ઇન્સ્પેક્ટરને ઇડર પોલીસને હવાલે કરાયો છે. ઈડર પોલીસે નકલી ફૂડ ઇન્સ્પેક્ટરની તપાસ હાથ ધરી હતી, તપાસમાં તે નકલી હોવાનો ખુલ્લાસો થયો.સીસીટીવી ના આધારે પોલીસે તપાસ હાથ ધરી
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
