News of Friday, 21st February 2025
સુરતમાં NSUIના 5 હોદ્દેદાર ઇન્સ્ટિટયૂટને બદનામ નહીં કરવા માટે 60 લાખની ખંડણી માંગતા ઝડપાયા
રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટયૂટ પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી: સંસ્થા અને આ હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું

સુરત NSUIના 5 હોદ્દેદાર ખંડણી માંગતા ઝડપાયા. રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટયૂટ પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ઇન્સ્ટિટયૂટને બદનામ નહીં કરવા માટે આ રકમ માગવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થા અને આ હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ NSUI સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડાએ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.50 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ ફરી 60 લાખ રૂપિયાની માગણી કરી 5 લાખ રૂપિયા લેવા માટે ગયા હતા. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બાબતે SOGને માહિતી આપવામાં આવી હતી. પોલીસે રવિ પૂંછડીયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી છે. ઉપરાંત અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
