તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
અમદાવાદના વટવા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસને કારણે એક વ્યક્તિએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું
મૃતકે આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામ સાથે ઉલ્લેખ કર્યો:વટવા પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી

અમદાવાદ :ફરી અમદાવાદમાંથી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસને કારણે એક ગરીબ વ્યક્તિએ એસિડ ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
અમદાવાદ શહેરમાં વટવા વિસ્તારમાં ત્રણ વ્યાજખોરોના લીધે ગરીબ વ્યક્તિએ એસિડ ગટગટાવી લીધું હતું. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકે આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામ સાથે ઉલ્લેખ કર્યો હતો. વટવા પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
