તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
હવે અમદાવાદ મનપાની 7 પ્રાથમિક શાળામાં નવા વર્ષથી હાઈસ્કૂલ શરૂ થશે: શિક્ષણ બોર્ડે પ્રોવિઝનલ મંજૂરી આપી
મ્યુનિસિપલ દ્વારા અમદાવાદના 7 વિસ્તારની પ્રાથમિક શાળામાં નવા વર્ષથી હાઈસ્કૂલ શરૂ કરાશે : જાણો ક્યાં વિસ્તારમાં કઈ શાળાને પ્રોવિઝનલ મંજૂરી અપાઈ

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત પ્રાથમિક શાળાના કેમ્પસમાં જ ધોરણ 8 પછીનો અભ્યાસ થઈ શકે એ માટેનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. મ્યુનિસિપલ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારની 7 પ્રાથમિક શાળામાં નવા વર્ષથી હાઈસ્કૂલ શરૂ કરવાની ગુજરાત માધ્યમિંક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મંજૂરી આપવામાં આવી છે. AMCની અરજીના આધારે બોર્ડની કારોબારીમાં સ્કૂલની પ્રોવિઝનલ મંજૂરીનો નિર્ણય લેવાયો છે.
આ 7 પ્રાથમિક શાળામાં હાઈસ્કૂલ શરૂ થશે
પ્રીતમપુરા શાળા નંબર-3: શાહીબાગ
ચાણક્ય પ્રાઇમરી શાળા: ચાણક્યપુરી
લોટસ પબ્લિક સ્કૂલ: વિરાટનગર
એલિસબ્રિજ શાળા નંબર 17: પાંજરાપોળ
મકરબા પ્રાઇમરી સ્કૂલ: મકરબા ગામ
સરસપુર સ્કુલ નંબર 11: સરસપુર
પીપળજ પ્રાઇમરી સ્કૂલ: ઠાકોરવાસ
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
