તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
પશ્ચિમ રેલવેની 10 ટ્રેનો ટેક્નિકલ કારણોસર રદ કરાઈ: એક ટ્રેનને ડાઈવર્ટ: જુઓ યાદી
22થી 28 ફેબ્રુઆરી વચ્ચે વારાણસી, પટના, આસનસોલ, બરૌની અને ગોરખપુર તરની ટ્રેનો રદ

અમદાવાદ :પશ્ચિમ રેલવેની 10 ટ્રેનો ટેક્નિકલ કારણોસર રદ કરાઈ છે એક ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી છે. 22થી 28 ફેબ્રુઆરી વચ્ચે વારાણસી, પટના, આસનસોલ, બરૌની અને ગોરખપુર તરની ટ્રેનો રદ કરવામાં આવી છે.
ટેક્નિકલ સમસ્યાને પગલે 26મી ફેબ્રુઆરીની દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 15559 વારાણસી, પ્રયાગરાજ, બીનાની જગ્યાએ વારાણસી, લખનૌ, કાનપુર સેન્ટ્રલ, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી અને બીનાના માર્ગે દોડાવવામાં આવશે.
આ ટ્રેનો રદ કરવામાં આવી
22થી 26 ફેબ્રુઆરી: ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ
24થી 28 ફેબ્રુઆરી: ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ
25 ફેબ્રુઆરી: ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ, 20903 એકતાનગર-વારાણસી એક્સપ્રેસ અને 12941 ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ
26 ફેબ્રુઆરી: ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ, 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ
27 ફેબ્રુઆરી: ટ્રેન નંબર 20904 વારાણસી-એકતાનગર એક્સપ્રેસ, 12942 આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ
28 ફેબ્રુઆરી: ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
