તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Saturday, 22nd February 2025
તારાપુરના ફતેપુરા ચોકડી પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં એકનું મોત: ત્રણ લોકોને ગંભીર ઈજા
રોંગ સાઈડમાં આવતી ઈકો કારે વટામણ તરફ જતી અલ્ટો કારને ટક્કર મારી: અલ્ટોમાં સવાર કાર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું

આણંદ જિલ્લામાં તારાપુરના ફતેપુરા ચોકડી પાસે ગંભીર અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામ્યા છે.
રોંગ સાઈડમાં આવતી ઈકો કારે વટામણ તરફ જતી અલ્ટો કારને ટક્કર મારી હતી. જ્યાં અલ્ટોમાં સવાર કાર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું જ્યારે બીજા ત્રણને ગંભીર ઈજાઓ થતાં તેમને કરમસદ મેડિકલ ખસેડાયા છે.
આ અકસ્માતમાં મોતને ભેટનાર ઠાસરા તાલુકાના વનોડા ગામના રહેવાસી હતા. ઈકો ચાલક એક કીમી દૂર આવેલ સી.એન.જી.પંપે ગેસ પુરાવા રોંગ સાઈડમાં જતો હતો. અગાઉ પણ અહીં અકસ્માતમાં કેટલાયના મોત થયાં છે તેમ છતાં, ફતેપુરા ચોકડીથી ગુજરાત ગેસ પંપ સુધી દરરરોજ હજારો વાહન ચાલકો એક કીમી સુધી રોંગ સાઈડમાં ગેસ પુરાવવા જતાં હોય છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
