તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
વડોદરાના પાદરામાં માથાભારે યાસિન વહોરાનો આતંક હોમગાર્ડ જવાનને નીચે પટકી છાતી પર ચડી ગળું દબાવ્યું
આરોપીને ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આ દરમિયાન પણ પોલીસ જાપ્તામાં રહેલો આરોપી પોતાની મૂંછોને તાવ આપતો જોવા મળ્યો

વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરામાં ગઈકાલે રાતના સમયે હોમગાર્ડ જવાન પર હુમલાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ મામલે પોલીસે ગણતરીના સમયમાં માથાભારે શખ્શને ઝડપી પાડ્યો હતો. જે બાદ આજે આરોપીને ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન પણ પોલીસ જાપ્તામાં રહેલો આરોપી પોતાની મૂંછોને તાવ આપતો જોવા મળ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે રાતના સમયે પાદરાના માથાભારે શખ્શ યાસિન વહોરાએ હોમગાર્ડના જવાન પર હુમલો કર્યો હતો. જેમાં યાસિને હોમગાર્ડ જવાનને નીચે પાડી દઈ, તેની છાતી પર બેસીને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હોમગાર્ડના જવાનને બચાવી લીધો હતો.
આ મામલે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના સમયમાં જ યાસિન વહોરાને ઝડપી પાડ્યો હતો. જે બાદ આજે યાસિનને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતુ.
પાદરામાં યાસિન વહોરાનો ભારે ત્રાસ છે. અહીંના લોકોને અવાર-નવાર યાસિનની દાદાગીરીનો કડવો અનુભવ થતો રહે છે. સ્થાનિકોના મતે યાસિનને ડોન બનવાના અભરખા છે. આથી જ તે અવારનવાર લોકો સાથે મારામારી કરતો રહે છે. જો કે હાલ તો પોલીસે યાસિનને જેલના હવાલે કરી દેતા સ્થાનિકો અંદરખાને ખુસ થઈ રહ્યા છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
