તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
કેનેડાની વર્ક પરમીટની લાલચ આપી મહિલા સાથે 2.7 કરોડની છેતરપિંડી
કંડારી ગામના દર્શન પટેલના પત્નીને કેનેડાની વર્ક પરમિટ વિજાના બહાને 2 કરોડ 77 લાખ પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ

વડોદરામાં કરજણ તાલુકાના કંડારી ગામનો એક વ્યક્તિ કબૂતર બાજીનો ભોગ બન્યો છે. કંડારી ગામના દર્શન પટેલના પત્નીને કેનેડાની વર્ક પરમિટ વિજાના બહાને 2 કરોડ 77 લાખ પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી પાસેથી વડોદરાના માંજલપુરના સુભોધ નગરમાં રહેતા 3 ઇસમો પૈસા પડાવ્યાની ફરિયાદ નોંધાવી છે.
ફેક એર ટિકિટ અને વર્ક પરમિટ બતાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે. કુટુંબના ભાણીયાએ મામાની સાથે છેતરપિંડી કરી છે. અત્રે જણાવીએ કે, વિદેશ જવાનો મોહ ફરી એકવાર પરિવારને ભારે પડ્યું છે. 2 કરોડ 77 લાખ પડાવી ઈસમો ભુગર્ભ ઉતરી ગયા છે.
વિદેશ જતા ગુજરાતીઓ ફસાઈ જવાના કિસ્સા વધ્યા છે. દુનિયાના કોઈપણ ખૂણે નિયમોને આધીન રહીને કોઈપણ વ્યક્તિ વસવાટ કરી શકે છે, વ્યવસાય પણ કરી શકે છે. આ શિરસ્તો તો મનુષ્ય જયારથી સામાજિક જીવન જીવતો થયો ત્યારથી ચાલ્યો આવે છે પરંતુ દુનિયાના કોઈપણ ખૂણે નિયમો તોડીને ગેરકાયદે પ્રવેશ કરો એટલે મુશ્કેલીઓની ધૂળ ધીમે-ધીમે પહાડ બનીને સામે આવીને ઉભી રહે. ગુજરાતીઓ વિદેશમાં ન ફસાય અને ગેરકાયદે વિદેશ પ્રવેશનો ટ્રેન્ડ બંધ થાય તે માટે દરેક સ્તરે કયા પ્રકારના પ્રયત્નો હાથ ધરવા જોઈએ.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
