<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

રાણપુર ધંધુકા રોડ પર નાગનેસ ગામના પાટીયા પાસે બસ-કારનો ગોઝારો અકસ્માતઃ એક મહિલાનું મોતઃ ચાર ઇજાગ્રસ્‍ત

ભાવનગર ખાતે જાન જવાની હતી ત્‍યારે દીકરાની માતા રાણપુર બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ નાગનેસ પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. વરરાજાની માતાનું ઘટના સ્થળ પર મોત થતાં લગ્ન વાળા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો

અમદાવાદઃ ગુજરાતમાં રવિવાર સવારની અશુભ શરૂઆત થઈ હતી. અકસ્માતના વિવિધ બનાવોના કારણે રાજ્યના રોડ રસ્તાએ રક્ત રંજિત થયા હતા. રાણપુર ધંધુકા રોડ પર નાગનેસ ગામના પાટીયા પાસે બસ-કારનો અકસ્માત થયો હતો. જેમાં એકનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, રાણપુર ધંધુકા રોડ પર નાગનેસ ગામના પાટીયા પાસે લક્ઝરી બસ અને કાર વચ્ચે વહેલી સવારે 5:00 વાગ્યે અકસ્માતની ઘટના બની હતી. શક્તિ ધામ ટ્રાવેલ્સ સુરતથી જસદણ તરફ જઈ રહી હતી ત્યારે નાગનેશ ગામ પાસે કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 4 જણાને ગંભીર ઈજા થતા ધંધુકા એમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતું. નાગનેસ ગામના મઢવી પરિવારના દીકરાના લગ્ન હોઈ, આજે ભાવનગર ખાતે જાન જવાની હતી. દીકરાની માતા રાણપુર બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ નાગનેસ પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. વરરાજાની માતાનું ઘટના સ્થળ પર મોત થતાં લગ્ન વાળા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

(11:42 AM IST)