તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd February 2025
ધંધુકા- રાણપુર રોડ પર નાગનેશ ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત: એક મહિલાનું ઘટનાસ્થળે મોત
વરરાજાના મમ્મી બ્યુટી પાર્લર પર ગયા હતા.બ્યુટી પાર્લર પરથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો

ધંધુકા- રાણપુર રોડ પર આવેલા નાગનેશ ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 ઘાયલ થયા હતા, જોકે 2ની હાલ અત્યંત ગંભીર હતી. છે.
કારમાં સવાર પાંચ વ્યક્તિઓ નાગનેશ ગામના હોવાનું જાણવા મળ્યું છે.આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘરે લગ્ન પ્રસંગ હોવાથી વરરાજાના મમ્મી બ્યુટી પાર્લર પર ગયા હતા.બ્યુટી પાર્લર પરથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
