News of Sunday, 23rd February 2025
મણીપુરા, ભીમગઢ અને ચણોઠીયા ગામે ૩.૩૮ કરોડના કામનું ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ભુમિ પૂજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની રજામાં રવિવારે વિરમગામ તાલુકાના મણીપુરા, ભીમગઢ અને ચણોઠીયા ગામે ૩.૩૮ કરોડના કામનું ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ભુમિ પૂજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય હાર્દિક પટેલે મણીપુરા ગામે એપ્રોચ રોડ તથા મણીપુરાથી મેલજને જોડતા રોડનું ૧.૭૧ કરોડ, ભીમગઢ એપ્રોચ રોડનું ૫૨ લાખ અને ચણોઠીયા એપ્રોચ રોડનું ૧.૧૫ કરોડના કામનું ભુમિ પૂજન કરીને ગામને વિકાસ કામોની ભેટ આપી હતી.
ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે મણીપુરા ગામમાં આ રોડ બનવાથી કાદીપુર અને મેલજ ગામના લોકોને રાહત થશે. ચણોઠીયા ગામે થોડા દિવસ પહેલા જ નેળિયાના રસ્તાનું કામ પૂર્ણ થયું જ છે અને આ નવા કામનું ભૂમિ પૂજન થતા ગ્રામજનો ખુશ દેખાતા હતા. આ પ્રસંગે હાર્દિકભાઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય પ્રમોદભાઈ, દિવાનજી ઠાકોર, દેત્રોજ એપીએમસી ચેરમેન યોગેશભાઈ પટેલ તેમજ ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
