<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

પાકિસ્તાન સામે શાનદાર જીતની ગુજરાતમાં ઉજવણી : ચાર મહાનગરમાં ક્રિકેટરસિકોએ ઝંડા સાથે રોડ જામ કર્યા

વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા: ઠેર ઠેર આતશબાજીથી જશ્નનો માહોલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની વન-ડે મેચમાં ભારતનો ભવ્ય વિજય થતાં વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ભારતની જીતને બિરદાવી હતી.

રાજયના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ભારતીય ટીમના શાનદાર વિજયીને વધામણાં થઇ રહ્યાં છે, ક્રિકેટ રસિકો દ્વારા ભારતીય ઝંડા સાથે જીતનો જશ્ન મનાવવા લાગ્યા છે

આ ઉપરાંત ભાવનગર, જામનગર, અમરેલી સહિતના શહેરોમાં ક્રિકેટ ચાહકોને ભવ્ય ઉજવણી કરી હતી

અમદાવાદના સિંધુભવન, પકવાન ચાર રસ્તા, થલતેજ, એસ.જી. હાઇવે સહીત અનેક વિસ્તારોમાં ક્રિકેટ રસિકો રોડ પર નીકળી પડ્યા છે અને જીતનો જશ્ન માનવી રહ્યા છે

 


 

(10:40 PM IST)