<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

૮-૯ એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્‍ટ્રીય અધિવેશન

એપ્રિલ માધ્‍યમથી કોંગ્રેસ ‘‘સંવિધાન બચાવો'' રાષ્‍ટ્રીય પદયાત્રાનો આરંભ કરશે, દરેક રાજ્‍યમાં ગામે ગામ થાત્રા યોજાશે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશેઃ પક્ષના ભાવિ અંગે રણનીતિ પર મંથન કરશે

અમદાવાદ તા.૨૪: ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટી આગામી ૮ અને ૯ એપ્રિલ દરમિયાન અમદાવાદમાં યોજાવાની રવિવારે કોંગ્રેસે વિધિવત જાહેરાત કરી હતી. ભાજપના બંધારણને તોડી મરોડવા અને જનહિત વિરોધી નીતિઓનો વિરોધ કરવા ઉપરાંત પક્ષની ભાવિ રણનીતિ પર કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતાઓ દ્વારા મંથન કરાશે. આ અધિવેશનમાં હાજરી આપવા કોંગ્રેસ પાર્લામેન્‍ટરી કમિટીના ચેરપર્સન સોનિયા ગાંધી, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ ત્રણ દિવસ માટે ગુજરાત આવશે.

કોંગ્રેસના રાષ્‍ટ્રીય જનરલ સેક્રેટરી (સંગઠન ઇન્‍ચાર્જ) કે.સી. વેણુગોપાલે જાહેર કરતાં જણાવ્‍યું હતું કે, અમદાવાદમાં યોજાનાર રાષ્‍ટ્રીય અધિવેશન પક્ષની સામાન્‍ય જનતાને સ્‍પર્શતા પ્રશ્‍નો પ્રતિ પક્ષની પ્રતિબદ્ધતા અને રાષ્‍ટ્રને એક મજબૂત વિકલ્‍પ પૂરો પાડશે. આ અધિવેશનમાં મહત્‍વના મુદ્દાઓ પર વિસ્‍તળત પરામર્શ કરાશે. અધિવેશનમાં એઇસીસીના તમામ ડેલિગેટ્‍સ ભાગ લેશે. જેમાં ભાજપની જનહિત વિરોધી નીતિઓ અને બંધારણ પર કરાતા કઢુરાઘાતથી સર્જાયેલી સ્‍થિતિ પર વિસ્‍તળત મંથન થશે. કોંગ્રેસને પોતાની ભાવિ રણનીતિ ઘડવામાં આ અધિવેશન મહત્‍વનું બની રહેશે.

વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્‍યું છે કે, ૮ એ-લિના રોજ કોંગ્રેસની ર્વકિંગ કમિટીની બળહદ બેઠક મળશે અને ૯મીએ એઈઆઈસીસી ડેલિગેટ્‍સ બેઠક યોજાશે. આ બેઠકોની અધ્‍યક્ષતા પક્ષના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે, જેમાં કોંગ્રેસ પાર્લામેન્‍ટરી પાર્ટીના ચેરપર્સન સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ, નાયબ મુખ્‍યમંત્રીઓ, રાષ્‍ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ, ડેલિગેટ્‍સ હાજર રહેશે.

૧૯૨૪માં મહાત્‍મા ગાંધીની અધ્‍યક્ષતામાં મળેલા કોંગ્રેસ અધિવેશનની ૧૦૦મી વર્ષગાંઠની યાદમાં બેલાગવી ખાતે યોજાયેલી વિસ્‍તળત CWC બેઠક (નવ સત્‍યાગ્રહ બેઠક)માં હાથ ધરવામાં આવેલા ઠરાવોના અનુસંધાનમાં આ અધિવેશન યોજાઈ રહ્યું છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

ગત ડિસેમ્‍બરમાં બેલાગવી ખાતે યોજાયેલી બેઠકમાં મહાત્‍મા ગાંધી, ડો. ભીમરાવ અબેડિકર અને બંધારણના વારસાને પ્રોત્‍સાહન, સંરક્ષિત અને જાળવવાની તાતી જરૂરિયાત પર ભાર મૂકવા સાથે એવો નિર્ણય લેવાયો હતો. કે, તા. ૨૬ જાન્‍યુઆરી, ૨૦૨૫ અને ૨૬, જાન્‍યુઆરી, ૨૦૨૯ દરમિયાન કોંગ્રેસ ‘‘સંવિધાન બચાવો રાષ્‍ટ્રીય પદયાત્રા'' વ્‍યાપક સ્‍તરે યોજરો. એ નિમિત્તે મહાત્‍મા ગાંધીના જન્‍મ સ્‍થળ ગુજરાત ખાતે રાષ્‍ટ્રીય અધિવેશન યોજારો, તેમ જણાવ્‍યું હતું.

આ અધિવેશનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સંવિધાન બચાવો યાત્રાને સંલગ્ન યાત્રાઓ એપ્રિલ મધ્‍યમાં દેશભરમાં યોજરો અને આ યાત્રાઓ ૨૬ જાન્‍યુઆરી, ૨૦૨૯ના રોજ સંપન્ન થશે. ગત સપ્તાહે મળેલી પક્ષના જનરલ સેક્રેટરી અને વિવિધ રાજ્‍યોના ઈન્‍ચાર્જની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસને હવે જમીની સ્‍તરેથી કેવી રીતે મજબૂત કરવી તેના પર વિસ્‍તળત રોડમેપ તૈયાર કર્યો છે. આ બેઠકમાં ‘‘નવ સત્‍યાગ્રહ'' પર ચર્ચા બાદ સંવિધાન બચાવો રાષ્‍ટ્રીય યાત્રા દરેક રાજ્‍યમાં યોજવાનો નિર્ણય લેવાયો હતો

(11:14 AM IST)