<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

સુરતના રાંદેર વિસ્તારમાં કેનેડાના વિઝા મેળવી આપવાના બહાને છેતરપીંડી

ત્રણ લોકો સાથે 5.40 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ

સુરતના રાંદેર વિસ્તારમાં કેનેડાના વિઝા મેળવી આપવાના બહાને 5 લાખથી વધુની ઠગાઈ થઈ છે. ત્રણ લોકો સાથે 5.40 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વિઝા નહીં આપીને રૂપિયા પાછા આપવા માટે હાથ અધ્ધર કર્યા હતા. ઠગ બાજ ઝૈદ મુલ્લા સઇદ મુલ્લા વિરુદ્ધ નોંધાઈ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:58 PM IST)