<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવાના મુદ્દે અમદાવાદના ખોખરામાં થયો પથ્થરમારો

છબીલદાસની ચાલીમાં પથ્થરમારાનો બનાવ:એક વ્યક્તિને ઇજા :સીસીટીવીના આધારે પથ્થરમારો કરનારાઓની ઓળખ મેળવવા તજવીજ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં છબીલદાસની ચાલીમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની દુબઈમાં રમાયેલ મેચમાં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ ફટાકડા ફોડીને કરાઈ રહેલ ઉજવણી દરમિયાન પથ્થરમારો થયો હતો

  ફટાકડા ફોડતા સમયે રસ્તામાંથી પસાર થઈ રહેલ વ્યક્તિ સાથે માથાકૂટ થવા પામી હતી. પથ્થરમારામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે સીસીટીવીના આધારે પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યાં છે

(4:00 PM IST)