<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

મોડીરાત્રે અંબાજી દર્શન કરી પરત ફરેલા પરિવારની કાર ઉપર પથ્થરમારો

અસમાજિક તત્ત્વો દ્વારા કાર ઉપર પથ્થરમારો થયો: કારના કાચને નુકશાન પહોંચ્યુ

અમદાવાદ :અંબાજી નજીક ઉપર અસમાજિક શખ્શો દ્વારા કાલે મોડી રાત્રે ગાડી ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જ્યારે ગાડી ઉપર પથ્થર મારો કર્યો ત્યારે ગાડી ચાલક ગાડી ફૂલ સ્પીડમાં ભગાવી હતી. અને ગાડીના પાછળના ભાગમાં કાચ તૂડી ગયો હતો. પથ્થરમારો થતા ગાડી ચાલક એટલો ડરી ગયો હતો કે તેને પોલીસને પણ જાણ ન કરી હતી. અંબાજી નજીક વારંવાર અસમાજિક તત્તવો દ્વારા આવા બનાવો બનતા રહે છે. પણ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
   ગુજરાતમાં સુપ્રસદ્ધિત અંબાજી મંદિર જે ગુજરાતથી નહી પણ સમગ્ર ભારત દેશમાંથી લોકો દર્શન કરવા આવતા હોય છે. પણ ત્યા અવનવા ઘટના બનતી હોય છે. ત્યા લોકો ઉપર કાર ઉપર  પથ્થરમારો થતા રહે છે. પણ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી. બસ આવો એક બનાવ કાલે મોડી રાત્રે બન્યો હતો. એક કાર ચાલક પોતાના પરિવાર સાથે  પોતાની કાર લઈને અંબાજીના દર્શન કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અંબાજી નજીક અસમાજિક તત્ત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હતો. અને પથ્થરમારામાં કારના કાચને નુકશાન પહોંચ્યુ હતુ.
જ્યારે અસમાજિક તત્ત્વો દ્વારા કાર ઉપર પથ્થરમારો થયો ત્યારે કાર ચાલક ગભરાઈ ગયો હતો. અને પોતાની કાર ફૂલ સ્પીડ દ્વારા દોડાવી હતી. અને પોલીસને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરી ન હતી. એટલો કાર ચાલક ડરી ગયો હતો. અંબાજી નજીક અવનવા આવી ઘટનાઓ બનતી રહે છે. તેના કારણે અંબાજી આવતા દર્શાનાર્થીઓ દ્વારા ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પથ્થમારો પહેલી વાર નથી બન્યો પણ દર્શન કરવા આવતા યાત્રીરો ઉપર આવો બનાવો બનતા હોય છે. તો પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.


 

(1:14 PM IST)