<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનામાં 12127 કાર્ડિયાકના કેસ નોંધાયા

ગત વર્ષ કરતાં કાર્ડિયાક કેસ 19 ટકા જ્યારે શ્વાસના કેસમાં 16 ટકાનો વધારો

અમદાવાદ :ગુજરાતમાં પહેલી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી 2024 એમ દોઢ માસમાં હૃદય રોગ સંબંધિત ઈમરજન્સીના 12127 કેસ નોંધાયા છે જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થતાં 17476 વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલે સારવાર માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં ખસેડવા પડયા છે. આમ ગત વર્ષના આ જ સમય ગાળાની સ્થિતિએ ગુજરાતમાં હૃદય રોગની ઈમરજન્સીમાં 18.89 ટકા અને શ્વાસ સંબંધિત તકલીફના 16.30 ટકા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં વર્ષ 2024ના દોઢ માસમાં હૃદય રોગ સંબંધિત ઈમરજન્સીના 264 કેસ અને શ્વાસ લેવામાં થતી તકલીફના 380 કોલ્સ નોંધાયા છે. ગત વર્ષે આ જ સમયગાળામાં હૃદય રોગની ઈમરજન્સીના 10,200 જ્યારે શ્વાસ લેવામાં સમસ્યાના 15,027 કેસ નોંધાયા હતા. સૌથી વધુ ઈમરજન્સી અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે નોંધાઈ છે.

(1:52 PM IST)