News of Monday, 24th February 2025
વિધાનસભામાં આજે નિયમ ૧૬૬ મુજબની નોટીસ ગૃહમાં મુકાશેઃ રાજકોટમાં હોસ્પિટલની ઘટના અંગે ચર્ચા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર આજે ગૃહની કામગીરી ૧ર વાગ્યે શરૂ થશે જેમાં પ્રથમ કલાક પ્રશ્નોતરીનો હોય છે. પ્રશ્નોતરી પૂર્ણ થયા બાદ આજે એક અગત્યની બાબત પર ધ્યાન દોરતા નિયમ ૧૬૬ મુજબની નોટીસ ગૃહમાં મુકવામાં આવશે.
તાજેતરમાં રાજકોટની એક ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સી.સી.ટીવી ફૂટેજના વિડીયો યુટયુબ અને ટેલીગ્રામ ચેનલ પર અપલોર્ડ કરવામાં આવ્યા છે. ત્યારે દર્દીઓની ગુપ્તતા જળવાતી નીથી હજારો લોકોએ આ વિડીયો જોયો છે.
ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની પ્રાઇવસીનો ભંગ થાય છે. એનાથી જાહેર જનતામાં ભારે રોષ ફેલાયેલ છે. આવા વિડીયો આપનાર અને વિડીયો વાયરલ કરતી ચેનલ તેમજ પ્રાઇવસીનો ભંગ કરતી હોસ્પિટલો સામે આકરા પગલા લેવાની ચર્ચા હાથ ધરાશે. ચર્ચા-બાદ મંત્રીશ્રી જવાબ આપશે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
