<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

બનાસકાંઠાના લાખણીના મડાલ ગામેથી અફીણનુ વાવેતર ઝડપાયુ

સગા બે ભાઈઓના ખેતરમાંથી અફીણ ડોડાનું વાવેતર : બાબુ ઠાકોરના ખેતરમાં રાયડા પાકની આડ માં 1.742 કિલ્લો ગ્રામ અફીણ ડોડાનું વાવેતર SOG એ ઝડપ્યું

બનાસકાંઠાના લાખણીના મડાલ ગામેથી અફીણનુ વાવેતર ઝડપાયુ છે. બનાસકાંઠા SOG એ બાતમીના આધારે માદક પદાર્થ અફીણ ડોડાનું વાવેતર ઝડપી પાડ્યું છે. 

સગા બે ભાઈઓના ખેતરમાંથી અફીણ ડોડાનું વાવેતર ઝડપાયું છે. બાબુ ઠાકોરના ખેતરમાં રાયડા પાકની આડ માં 1.742 કિલ્લો ગ્રામ અફીણ ડોડાનું વાવેતર SOG એ ઝડપ્યું છે.

નથાજી ઠાકોરના ખેતરમાં એરંડા પાકની આડમાં 9.312 કિલો ગ્રામ અફીણ ડોડાનું વાવેતર પકડાયું છે. બંને ભાઈઓ વિરુદ્ધ થરાદ પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:30 PM IST)