<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

સોશિયલ મીડિયામાં હથિયારો સાથેની રિલ પોસ્ટ કરીને રોફ જમાવવા પ્રયાસ કરનારા શખ્સો સામે પોલીસની કાર્યવાહી

અમદાવાદમાં 22 વ્યક્તિ હથિયાર સાથે ફોટો-વીડિયો પોસ્ટ કર્યા હતા જેમાંથી 11 શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી

અમદાવાદ : સોશિયલ મીડિયામાં હથિયારો સાથેની રિલ પોસ્ટ કરીને રોફ જમાવવાનો પ્રયાસ કરનારા શખ્સો સામે પોલીસની કાર્યવાહી થઇ છે, અમદાવાદ પોલીસે .છરી, બંદૂક સાથે રિલ બનાવી સોશિયલ મીડિયા પર ધાક જમાવવાનો પ્રયાસ કરનારા સામે પોલીસે પગલા લીધા છે. અમદાવાદમાં 22 વ્યક્તિ હથિયાર સાથે ફોટો-વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાંથી 11 શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. 

  વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર હથિયારો સાથે ફોટો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. જાહેર સ્થળો પર હથિયારો સાથે ફરતા વ્યક્તિઓ વિરુદ્ધ પણ પોલીસે ઝુંબેશ શરૂ કરી છે

(7:47 PM IST)