<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

માવઠાની કોઈ જ શક્યતા નથી :હવે શિયાળાની વિદાય શરૂ થઇ ગઈ :પરેશ ગોસ્વામીની આગાહી

દિવસે ઉનાળાની તો રાત્રે શિયાળાની ઋતુનો અહેસાસ થાય: અમુક વિસ્તારમાં વાદળ જોવા મળે પણ માવઠાના વરસાદની કોઈ શક્યતા નથી.

અમદાવાદ :જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાનની સ્થિતિ અંગે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે અત્યારે પવનની ઝડપ અત્યારે સામાન્ય ચાલી રહી છે. અત્યારે 12થી 16 કિમી પ્રતી કલાક ઝડપથી પવનની સ્પીડ છે.28મી ફેબ્રુઆરી સુધી આ ઝડપથી પવન ફૂંકાતા રહેશે.

28મી ફેબ્રુઆરી બાદ પવનની ઝડપમાં વધારો થઈ શકે છે અને તે 18થી 22 કિમી પ્રતી કલાક ઝડપ ફૂંકાશે. પવનની દિશા એક સરખી નહીં હોય. તાપમાનને લઈ અત્યારે મિશ્ર ઋતુ જોવા મળે છે. દિવસે ઉનાળાની તો રાત્રે શિયાળાની ઋતુનો અહેસાસ થાય છે. અગાઉ જણાવેલ હતું કે ઉનાળાની ઝલક ફેબ્રુઆરીમાં જોવા મળી શકે છે.

આ વખતે ઉનાળો થોડો મોડો છે એટલે કે તે માર્ચ મહિનામાં જોવા મળશે. અલબત ફેબ્રુઆરીમાં વ્યાપક પ્રમાણમાં ગરમીનો અહેસાસ થયો નથી. અગાઉના વર્ષોમાં ઉનાળાનો માહોલ ફેબ્રુઆરી મહિનામાં જોવા મળી ચુક્યો હતો. આ વખતે ઉનાળો મોડો છે.

આગામી સમયમાં આપણે ધીમે ધીમે ઉનાળા તરફ આગળ જઈ રહ્યા છીએ. શિયાળાની વિદાય ચોક્કસ ચાલુ છે. હવે માવઠાને લઈ જોઈએ તો અત્યારે ખેડૂત મિત્રોએ જે પણ ખેતીકામ હોય તેને રાબેતા મુજબ જાળવી રાખવું અને તેમાં માવઠાની સ્થિતિમાં કોઈ તેમાં કોઈ જ અવરોધ આવે તેમ નથી.

અલબત ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગ, ગીર સોમનાથ જેવા દરિયાઈ કાઠાના વિસ્તાર, કચ્છના તમામ વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, વાવ અને થરાદ આ વિસ્તારોમાં ઘાટા વાદળ થશે અન્ય વિસ્તારોમાં સામાન્ય વાદળ થશે. અમુક વિસ્તારમાં વાદળ જોવા મળે પણ માવઠાના વરસાદની કોઈ શક્યતા નથી.

(8:13 PM IST)