<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ખેરાલુમાં નાયબ મામલતદાર ધર્મેન્દ્રકુમાર મહેતા 10,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

ડીકોયરને હેરાન ન કરવા લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી બે માસના હપ્તા પેટે રૂ.૧૦,૦૦૦ લાંચ માંગતા રંગેહાથ ઝડપાયો

ખેરાલુમાં નાયબ મામલતદાર રૂપિયા 10,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો.

ખેરાલુ મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓને જુદા-જુદા બહાના હેઠળ હેરાન કરી માસીક રૂ.૧,૦૦૦ થી રૂ.૫,૦૦૦ ની રકમ આ વેપારીઓ પાસે થી લાંચ પેટે હપ્તો લેવામાં આવે છે અને જો લાંચ પેટે હપ્તો ના આપે તો બિન-જરૂરી નોટીસો કાઢી હેરાન કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત મશી હતી. જે આધારે ડિકોયરનો સાથ સહકાર મેળવી ડિકોયર ને સાથે રાખી બાતમી હકીકત સત્યતા ચકાસતા ખેરાલુ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર, પુરવઠા (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતો ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા ડીકોયરને હેરાન ન કરવા લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી બે માસના હપ્તા પેટે રૂ.૧૦,૦૦૦ લાંચ માંગતા રંગેહાથ ઝડપાયો હતો.

(11:22 PM IST)