<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ડભોઈના સાઠોદ ગામના રોડ પર મોપેડસવાર યુવાનનું ડમ્પરની અડફેટે કમકમાટીભર્યુ મોત

ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડતા ડમ્પર ચાલક ડમ્પર સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો

વડોદરા જિલ્લામાં બેફામ વિફરેલા સાંઢની માફક બેફામ ઝડપે દોડતા ડમ્પરના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે આજે ડભોઇના સાઠોદ રોડ ઉપર ડમ્પરની અડફેટે સર્જાયેલ અકસ્માતમાં વધુ એક મોપેડ ચાલક યુવાને જીવ ગુમાવ્યો છે.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાઠોદ ગામે રહેતા 29 વર્ષીય હાર્દિક ભરતભાઈ બારોટ સેગવા ગામે વ્યવસાય કરે છે આજે હાર્દિક બારોટ ડભોઈ ખાતે પૈસાની ઉઘરાણી બાકી હોય પોતાની મોપેડ લઈ ઉઘરાણી કરવા નીકળ્યા હતા દરમિયાન ડભોઈ-સાઠોદ રોડ ઉપર માતેલા સાંઢની માફક પૂરપાટ ઝડપે દોડી રહેલ ડમ્પર ચાલકે હાર્દિક બારોટના મોપેડને અડફેટે લેતા હાર્દિક હવામાં ફંગોળાઈ રોડ ઉંપર પછડાતા તેને માથાના તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇર્જાઓ પહોંચતા તેનું સારવાર મળે તે પહેલા જ સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડતા ડમ્પર ચાલક ડમ્પર સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો બનાવ અંગે ની જાણ ડભોઇ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાર્દિકના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત સર્જી ભાગી છૂટેલા ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા

(11:50 PM IST)