<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ઊંઝા હાઇવે પર હિટ એન્ડ રન: દિવ્યાંગ ટ્રકની ઝપેટમાં શરીર ઉપરથી ટાયર ચડાવીને વાહનચાલક ભાગી ગયો

અકસ્માતનો ભોગ બનેલા અજાણ્યા શખ્શનું મોત થયું : હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ

મહેસાણા જિલ્લામાં ઊંઝા હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. ઊંઝા હાઈવે પર રાવલ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક દિવ્યાંગ સહિત અન્ય એક શખ્સ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન દિવ્યાંગને હાઈવે ક્રોસ કરાવનાર શખ્સે રસ્તો પાર કરી લીધો પરંતુ દિવ્યાંગ ટ્રકની ઝપેટમાં આવી ગયા હતા. શરીર ઉપરથી ટાયર ચડાવીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતનો ભોગ  બનેલા અજાણ્યા ઈસમનું મોત થયું છે. હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

 



 

(12:04 AM IST)