News of Tuesday, 25th February 2025
મોડીરાત્રે વાઘોડિયાના નિમેટામાં ખૂની ખેલ ખેલાયો:બે શ્રમિકો વચ્ચે ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું : બે શ્રમિકોના મોત થતા ચકચાર
પોલીસે મૃતદેહની ઓળખ કરી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી ગણતરીના જ કલાકોમાં હત્યારા રાહુલસિંગ તેમજ સદાનંદ પપ્પુને શોધી કાઢી તેમની ધરપકડ કરી

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નિમેટામાં મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો બે શ્રમિકો વચ્ચે મોડી રાતે અગમ્ય કારણોસર થયેલ ઝગડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાય ગયેલ બે શ્રમિકોએ એક શ્રમિક ને મોત ને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે વાઘોડિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી બને હત્યારા ઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નિમેટામાં આવેલ નર્મદા કેનાલ પાસે નર્મદા નિગમ ની બિલ્ડીંગમાં રહી હાલ વીએમસીના આજવા થી વડોદરા સુધી અંડર ગ્રાઉન્ડ લોખંડની પાઈપ લાઈન નાખવાના પ્રોજેક્ટમાં પાઈપ લાઈન નાખવાની કામગીરી કરતા બિહાર અને ઉત્તર પ્રદેશના શ્રમિકો વચ્ચે અગમ્ય કારણોસર ઝગડો થતા ઉશ્કેરાઈ ગયેલ શ્રમજીવી રાહુલસિંગ તેમજ સદાનંદ પપ્પુ દ્ધારા સાથી શ્રમજીવી સંજય કુમાર સિંગ સત્યનારણ ને લોંખડની પાઇપ થી ગરદાપાટુ નો માર મારી મોત ને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ અજાણ્યા ઈસમનો મૃતદેહ નર્મદા નિગમ ની બિલ્ડીંગમાં પડ્યો હોવાની જાણ કરતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને જોઈ હત્યા કરવામાં આવી હોવાની આશકા જતા પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહની ઓળખ કરી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી ગણતરીના જ કલાકોમાં હત્યારા રાહુલસિંગ તેમજ સદાનંદ પપ્પુને શોધી કાઢી તેમની ધરપકડ કરી તેમની પુછપરછ હાથ ધરી છે જોકે હાલ હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
