તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 25th February 2025
વિધાનસભા ગૃહમાં વિપક્ષનો હોબાળો: આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થવા મુદ્દે વિપક્ષે વૉકઆઉટ કર્યુ.
ઋષિકેશ પટેલે તમામ 4 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી: અધ્યક્ષે તમામ 4 સભ્યોને બહાર કાઢવાની સૂચના આપી.

ગાંધીનગર :આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થવા મુદ્દે વિપક્ષે ગૃહમાંથી વૉકઆઉટ કર્યુ હતું. વિધાનસભામાં ભારે હંગામા બાદ વિપક્ષના ધારાસભ્યોએ વૉકઆઉટ કર્યુ છે. શિષ્યવૃત્તિ યોજના ફરી ચાલુ થશે કે કેમ તે અંગે ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો. શિક્ષણ મંત્રીએ યોગ્ય જવાબ ન આપ્યાના આક્ષેપ સાથે ગૃહમાં હંગામો થયો હતો
ધારાસભ્ય ચૈતર વસાવા, અનંત પટેલ વેલમાં ધસી આવ્યા હતા. ઋષિકેશ પટેલે તમામ 4 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી. અધ્યક્ષે તમામ 4 સભ્યોને બહાર કાઢવાની સૂચના આપી હતી .
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
