News of Tuesday, 25th February 2025
વડાપ્રધાનનું સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગમન : તંત્ર એક્શન મોડમાં
જામનગર, ગીર અને સોમનાથ નરેન્દ્રભાઇનાં આગમન અંતર્ગત રેન્જ વડા અશોક કુમાર યાદવ, નિલેશ જાજડીયા, એસપી મનોહરસિહ જાડેજા, એસપી પ્રેમસુખ ડેલું ટીમ દ્વારા તૈયારીનો ધમધમાટ : સુરતમાં ભવ્ય રોડ શો, રાત્રી રોકાણ જેવા કાર્યક્રમો અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત, ક્રાઇમ બ્રાન્ચ વડા, એડી.સીપી કે.એન. ડામોર વિગેરે ટીમ દ્વારા અદભુત આયોજન, સી. આર.પાટીલ, હર્ષ સંઘવી દ્વારા જાત નિરીક્ષણ, તંત્ર સાથે બેઠકો યોજી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત નવસારીમાં લાડકી બહેનાં જેવા લોકપ્રિય પ્રોજેક્ટમાં બહેનોની વિશાળ હાજરી ધ્યાને રાખી રેન્જ વડા પ્રેમવીરસિહ, અને એસપી સુશીલ અગ્રવાલ ટીમ દ્વારા લોખંડી બંદોબસ્ત

રાજકોટ, તા., રપઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૌરાષ્ટ્ ગુજરાતના મહત્વના પ્રોજેકટ અંતર્ગત આગમન થનાર હોય રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના અંતર્ગત અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર રચવા ભારે ધમધમાટ ચાલી રહ્યો છે.
વડા પ્રધાન ગીર લાયન પ્રોજેકટ અંતર્ગત ગીર પ્રવાસ કરી અહીંજ કુદરતી વાતાવરણમાં રાત્રિ મુકામ રાખે તેવી સંભાવના અંતર્ગત રેન્જ વડા નિલેશ જાજડીયા ટીમ સક્રિય બની છે. વડા પ્રધાન સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન છે , અને સોમનાથ દાદાનાં ચરણોમાં શીશ નમાવવા આવવાના હોવાથી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને એસપી મનોહર્સિહ જાડેજા ટીમ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહ્યાનું સૂત્રો જણાવે છે.
નરેન્દ્રભાઇ ગીર સોમનાથ સાથે જામનગર સ્થિત રિલ્યાન્સનાં બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ધાટન કરવા માટે જામનગર આવી રહ્યા હોવાથી રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવનાં માર્ગદર્શન બેઠક જામનગર એસપી પ્રેમસુખ ડેલું ટીમ એક્શન મોડમાં આવી ગયેલ છે.
૭ માર્ચના વડાપ્રધાન સુરત આવી સુરત રાત્રી રોકાણ કરવા સાથે ૩.૫ કિલોમીટરનો રોડ શો યોજનાર હોવાથી કેન્દ્રીય મંત્રી સી. આર.પાટીલ અને ગ્રહ મંત્રી હર્ષ સંઘવીએ સુરતના વિવિધ કાર્યક્રમો અંગે પોલીસ અને કલેકટર તંત્ર દ્વારા ત્યાર કરવામાં આવેલ બ્લુ પ્રિન્ટ અંગે ચર્ચાઓ કરી હતી. રોડ શો સહિતના મહત્વના કાર્યક્રમો અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, એડી.સીપી કે.એન. ડામોર વિગેરેને મહત્વની જવાબદારી સુપ્રત કરવા સાથે શહેરનાં ચોક્કસ વિસ્તારોમાં ચેકીંગ, બંદોબસ્ત અને રીઢા ગુનેગારોનાં આશ્રય સ્થાન પર વોચ રાખવાની જવાબદારી સુપ્ર ત કરી છે. ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાનાં નેતળત્વમાં ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ બની છે .મહત્વના સંકલનની જવાબદારી pcb પીઆઇ આર એસ. સુવેરા સંભાળે છે.
વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સાથે sog પીઆઇ અશોક ચોધરી, પીઆઇ અતુલ સોનારા અને પીઆઇ તુષાર પંડયા ડીસીપી રાજદીપસિહ નકુમનાં નેતળત્વમાં બાજ નજર રાખી રહ્યા છે.
સુરત સાથે નવસારીમાં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત લાડકી બહેના જેવા મહત્વના પ્રોજેકટમાં વડાપ્રધાન નવસારી ઉપસ્થિત રહેવાના હોવાથી સાઉથ ગુજરાતના રેન્જ વડા પ્રેમવીરસિહનાં માર્ગદર્શનમાં એસપી સુશીલ અગ્રવાલ ટીમ સક્રિય બની છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
