તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 25th February 2025
વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ.
જિલ્લા અને તાલુકા સ્વાગત રાબેતા મુજબ ચાલુ રહેશે.

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો પ્રજાજનોની સમસ્યાઓ રજૂઆતોનું નિવારણ માટેનો “રાજ્ય સ્વાગત ઓન લાઈન” જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ આ ગૂરૂવાર તા.૨૭- ફેબ્રુઆરી એ યોજાશે નહિ.
જિલ્લા અને તાલુકા સ્વાગત રાબેતા મુજબ ચાલુ રહેશે.
ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રની કામગીરીને અનુલક્ષીને રાજ્ય સ્વાગત મુલત્વી રાખવામાં આવ્યો છે.
સૌ સંબંધકર્તા નાગરિકોને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
