તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 25th February 2025
મનરેગા યોજના હેઠળ જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૭.૪૬ લાખથી વધુ માનવદિન રોજગારી ઉભી થઈ: ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ
વર્ષ ૨૦૨૩-૨૪માં ઉભી થયેલી કુલ માનવદિન રોજગારી પૈકી ૧,૬૯,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૨૨,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે ઉભી થઈ

ગાંધીનગર :વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા મનરેગા યોજના અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૪,૪૮,૫૮૦ જેટલી તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૯૭,૬૧૪ માનવદિન રોજગારી ઊભી થઈ છે. જેના માટે એક માનવદિન રોજગારીનો દર ગત તા. ૧/૪/૨૦૨૪થી રૂ. ૨૮૦/- નક્કી કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં ઉભી થયેલી કુલ માનવદિન રોજગારી પૈકી ૧,૬૯,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૨૨,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે ઉભી થઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સભ્યના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં અનુસૂચિત જાતિ માટે ૭૦,૦૦૦થી વધુ તેમજ અનુસૂચિત જનજાતિ માટે ૨,૪૯૪ માનવદિન રોજગારી ઉભી થઈ છે. જ્યારે, વર્ષ ૨૦૨૪-૨૫માં અનુસૂચિત જાતિ માટે ૪૮,૯૦૦ તેમજ અનુસૂચિત જનજાતિ માટે ૨,૫૦૮ માનવદિન રોજગારી ઉભી થઈ છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
