<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

વડોદરામાં આ સમયે પોલિસના કુંભ મેળા જેવા સર્જાતા દ્રશ્‍યોનું આ છે રહસ્‍ય

મુખ્‍ય પોલીસ વડાનાં લોક ઉપયોગી વાયરલ શષા પ્રોજેક્‍ટની અમલવારી શરૂ પોલીસ કમિશનર નરસીંહમાં કોમાર અકિલા સાથેની વાતચીતમાં વાયરલ ન્‍યૂઝની ભીતરી કથા વર્ણવે છે સાંજે ૬ થી રાત્રિના ૧૨ સુધી ચોક્કસ વિસ્‍તારો પોલીસ બાઈક, જીપો, ફૂટ પેટ્રોલિગથી ગુનેગારો અકળાયા.. લોકો રાજી રાજી

રાજકોટ, તા.રપઃ ગુજરાતના ફિઝિકલ ક્રાઇમ અંતર્ગત ૨૫ ટકા  ગુન્‍હાઓ રાજ્‍યના ૪ મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં થતાં હોવાનું અને તેનો સમગાળો સાંજે ૬ થી રાત્રિના ૧૨ સુધીનો હોવાનું તારણ રાજ્‍યના કાર્યદક્ષ મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા  થયેલ તારણમા બહાર આવેલ છે તે જાણીતી વાત છે. આ અંતર્ગત તમામ શહેર પોલીસ કમિશનર દ્વારા શષા પ્રોજેકટ અમલી બનાવવાં પૂરજોશથી તૈયારીઓ ચાલે છે. ત્‍યારે વડોદરામાં આ પ્રોજેકટ અમલી બન્‍યો છે. વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર કે જેઓ સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવે છે તેવા સીનીયર આઇપીએસ દ્વાર અકિલા સાથેની વાતચીતમાં આ વાયરલ પ્રોજેકટ અંગેની વિગતો વર્ણવી હતી.

પોલીસ ટીમો પાસે ટોર્ચ, લાઠી, બોડી વોર્ન કેમેરા, સવેનદનશીલ વિસ્‍તારનું પરફેક્‍ટ લોકેશન, રીઢા ગુનેગારનો યાદી, તેમના આશ્રય સ્‍થાનનાં લેટેસ્‍ટ એડ્રેસ સાથે રહશે. તેમ પોલીસ કમિશનર નરસિંહમાં કોમારે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ.

રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડરના વડા રહી ચૂકેલા સ્‍વચ્‍છ છબી ધરાવતા આ આઇપીએસ દ્વારા અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવેલ કે, આ લોક ઉપયોગી પ્રોજેકટ અંતર્ગત અમે વડોદરાનાં વિવિધ પોલીસ મથકના આંકડાઓનો અભ્‍યાસ કરી ૭ પોલીસ મથક અલગ કર્યાં અને તે માટે પોલીસ ટીમ દ્વારા આ સમય ગાળા દરમિયાન ફૂટ પેટ્રોલીંગ, બાઈક પેટ્રોલીંગ, જીપ પેટ્રોલીંગ શરૂ કરાવ્‍યા. રીઢા ગુનેગારોને ઓળખી તેમની હાજરી, તેમના આશ્રય સ્‍થાનની સરપ્રાઇઝ વિઝિટ શરૂ કરાવ્‍યા, ગુનેગારો સ્‍માર્ટ બન્‍યા હોવાથી પોલીસ પણ સ્‍માર્ટલી બને તેવી તાલીમ આપી. જેના પરિણામ મળવા શરૂ થયા છે.(૬.૧ર)

(2:30 PM IST)