<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

મુખ્‍યમંત્રીનો તા. ર૭મીનો સ્‍વાગત ઓનલાઇન કાર્યક્રમ મોકુફ

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. રપઃ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલ દ્વારા દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો પ્રજાજનોની સમસ્‍યાઓ રજૂઆતોનું નિવારણ માટેનો ‘‘રાજય સ્‍વાગત ઓન લાઇન'' જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ આ ગુરૂવાર તા. ર૭ ફેબ્રુઆરીએ યોજાશે નહિં. જિલ્લા અને તાલુકા સ્‍વાગત રાબેતા મુજબ ચાલુ રહેશે.

ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રની કામગીરીને અનુલક્ષીને રાજય સ્‍વાગત મુલત્‍વી રાખવામાં આવ્‍યો છે. સૌ સંબંધકર્તા નાગરિકોને આ અંગેની નોંધ લેવા મુખ્‍યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(2:39 PM IST)