<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

પથ્‍થર ઘા ઝીલીને મૂર્તિ બને છે, વિદ્યાર્થીઓ સખત મહેનત કરીને સફળ બને

હીરામણિ શાળામાં ઇનામ વિતરણ પ્રસંગે જનકભાઇ ખાંડવાલાનો અનુરોધ

અમદાવાદની હિરામણી શાળામાં (એસ.જી.હાઇવે) ઇનામ વિતરણ પ્રસંગે જનકભાઇ ખાંડવાલા, નરહરિ અમીન, નીતાબેન અમી, આર.સી.પટેલ, પંકજ દેસાઇ, ભગવત અમીન વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(૪૦.૧૮)

રાજકોટ,તા.૨૫ઃ અમદાવાદની હીરામણી સ્કૂલનાં વિદ્યાર્થીઅોને જુદી જુદી રમતોમાં વિશિષ્ટ સિદ્ધઅો મેળવવા બદલ શ્રી જનકભાઇ ખાંડવાલા (મેનેજિંગ ટ્રસ્ટી, સિલ્વર અોક યુનિવર્સિટિ)ના મુખ્ય મહેમાન પદે તેમજ જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સ્કૂલ કેમ્પસમાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

સમારોહમાં રમત-ગમત, કલાક્ષેત્રે તેમજ વર્ષ દરમ્યાન યોજાતી વિવિધ સ્પર્ધાઅોમાં તાલુકાકક્ષાઍ, જિલ્લાકક્ષાઍ, રાજ્યકક્ષાઍ તથા રાષ્ટ્રીય લેવલે વિશિષ્ટ સિદ્ધીઅો મેળવનાર વિદ્યાર્થીઅોને ૩૪૨ ઇનામો અને પ્રમાણપત્રો આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી જનકભાઇ ખાંડવાલા ઍ જણાવ્યું હતું કે ઍક સામાન્ય પથ્થરને મુર્તિ બની મંદિરમાં પૂજાવું હોય તો હથોડીનાં ઘા ઝીલવા પડે, તેવી જ રીતે વિદ્યાર્થીઅોને વિવિધ પરીક્ષાઅોમાં સખત મહેનત કરીને સફળ થવું પડે છે.

આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, સેક્રેટરીશ્રી આર.સી.પટેલ, જાઇન્ટ સેક્રેટરીશ્રી પંકજભાઇ દેસાઇ, સી.ઇ.અો. શ્રી ભગવતભાઇ અમીન, શાળાનાં આચાર્યશ્રીઅો, કો-અોર્ડિનેટર્સ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઅો ઉપસ્થિત રહ્નાં હતાં.(૪૦.૧૮)

 

(3:17 PM IST)