<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

વિદ્યાર્થીઓ પદવી મેળવવાની સાથે કૌશલ્‍ય વિકસાવેઃ સુભાષચંદ્ર સોની

ગાંધીનગર સુવર્ણકાર મંડળના સ્‍નેહમિલન પ્રસંગે ભાવભર્યું ઉદ્‌બોધન : સુભાષચંદ્ર સોની અને મહેન્‍દ્ર સોનીએ સમાજનું ગૌરવ વધાર્યું: ગુસાણી

ગાંધીનગર શહેર સુવર્ણકાર મંડળના સ્‍નેહ મીલન પ્રસંગે ડો. સુભાષચંદ્ર સોની, મહેન્‍દ્રભાઇ સોની, અમીબેન સોની, બકુલભાઇ ગુસાણી, હિમાંશુભાઇ સોની વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. (૭.૧૯)

રાજકોટ તા. રપઃ શ્રી ગાંધીનગર શહેર સુવર્ણકાર મંડળનું વાર્ષિક સ્‍નેહસંમેલન તા.૨૩ ફેબ્રુઆરીએ ના સરકારી કોમ્‍યુનિટી હોલ, સેક્‍ટરઃ ૭, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે ડો.સુભાષચંદ્ર રતિલાલ સોની, મુખ્‍ય માહિતી કમિશનર,  અતિથિ વિશેષ તરીકે મહામંડળના પૂર્વ માનદમંત્રી, મંડળના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ટ્રસ્‍ટી શ્રી મહેન્‍દ્રભાઈ રતિલાલ સોની ઉપસ્‍થિત રહ્યા હતા.

મંડળના પ્રમુખ શ્રી બકુલભાઈ ગુસાણીએ સ્‍વાગત પ્રમુખ શ્રીમતી અમીબેન સોનીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિના બાળકો દ્વારા સુંદર સાંસ્‍કળતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યો હતો.

કાર્યક્રમ દરમિયાન મંડળના મહામંત્રી શ્રી હિમાંશુભાઈ સોનીએ મંડળની વિવિધ સેવા પ્રવળત્તિની રૂપરેખા અને મંડળના પૂર્વ પ્રમુખ અને સલાહકાર સમિતિના અધ્‍યક્ષ શ્રી ભરતભાઈ સોનીએ બિનઅનામત આયોગ તરફથી મળવાપાત્ર લાભોની માહિતી આપી હતી.

મંડળ દ્વારા ધોરણ ૧૦, ધોરણ ૧૨ (સામાન્‍ય પ્રવાહ) અને ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્‍યા હતા, જ્‍યારે અન્‍ય ધોરણ, ડિગ્રી અને ચિત્ર સ્‍પર્ધા માટે સિલ્‍વર મેડલ અને આશ્વાસન ઇનામો એનાયત કરવામાં આવ્‍યા હતા, જેનું સંચાલન મંડળના પૂર્વ મહામંત્રી શ્રી હરેશભાઈ સોનીએ કર્યુ હતું.

આ પ્રસંગે ઉપસ્‍થિત મુખ્‍ય મહેમાન ડો. સુભાષચંદ્ર સોનીએ જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓ પાસે ડિગ્રી હોય છે પરંતુ સ્‍કીલનો અભાવ હોય છે અને તેથી રોજગાર કે સ્‍વરોજગારના ક્ષેત્રે સફળ થવા માટે અનુભવની ઉણપ રહે છે, આથી વિદ્યાર્થીઓને પોતાના કાર્યમાં સો ટકા સમર્પિત રહેવું જોઇએ.  વધુમાં જાણાવ્‍યું હતું કે, જીવનમાં કર્મનું ઘણું મહત્‍વ છે અને તે દિશામાં આપણે આગળ વધવું જોઈએ. જીવનમાં અહમ અને ઈર્ષાને કારણે આપણું મન અશાંત રહે છે અને તેથી રચનાત્‍મક દિશામાં વિચારી શકતું નથી.  જીવનને પ્રસન્‍ન રાખવા અને સફળ થવા માટે સજાગ રહેવું જોઇએ.

અતિથિ વિશેષ શ્રી મહેન્‍દ્રભાઈ સોનીએ જનસેવા એજ પ્રભુસેવા, કામ એજ પૂજા અને માનવતા જ સૌથી મોટો ધર્મ એમ જણાવીને કર્મને મહત્‍વ આપવા, ઉપર ભાર મૂકયો હતો.

મંડળના પ્રમુખ શ્રી બકુલભાઈ ગુસાણીએ જણાવ્‍યું હતું કે, એક જ પરિવારના બે ભાઈઓ શ્રી સુભાષભાઈ સોની અને મહેન્‍દ્રભાઈ સોનીએ સમાજસેવા અને કર્મનિષ્ઠ બનીને સમાજનું ગૌરવ વધાર્યુ છે, અને આ બન્‍ને ભાઈઓ આ મંડળના સભ્‍ય છે.

આ પ્રસંગે મંડળ દ્વારા ડો. સુભાષચંદ્ર સોનીને તેમની સમાજસેવા અને કર્મનિષ્ઠ સેવા બદલ ‘‘સમાજરત્‍ન'' એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. મંડળના ટ્રસ્‍ટી અને અતિથિ વિશેષ શ્રી મહેન્‍દ્રભાઈ સોનીની સમાજસેવા માટે અને અમીબેન સોનીની મહિલા પ્રવળત્તિઓમાં વિશેષ સેવા માટે સન્‍માનપત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. યુવાપાંખના કન્‍વીનર શ્રી પંકજભાઈ એ. સોનીને ઉત્‍કળષ્ટ કામગીરી એવોર્ડ આપવામાં આવ્‍યો હતો.

આ પ્રસંગે B.Sc માટે શ્રી વિકાસ જશવંતભાઈ સોની સિલ્‍વર મેડલ, પ્‍ગ્‍ખ્‍ માટે શ્રીમતી ઇલાબેન નવનીતભાઇ લવિંગીયા સિલ્‍વર ચંદ્રક, BAMS માટે શ્રીમતી પારુલ બકુલ ગુસાણી સિલ્‍વર ચંદ્રક, BCA માટે શ્રી નગીનદાસ શિવલાલ પાટડીયા સિલ્‍વર ચંદ્રક, B.Tech માટે શ્રી ઝવેરલાલ પ્રભુદાસ રાજપરા સિલ્‍વર ચંદ્રક અને MPT માટે શ્રીમતી વિધિ હર્ષિત સોની સિલ્‍વર ચંદ્રક માટે દરેક દાતાશ્રીઓ તરફથી અગિયાર હજારના દાન જાહેર થયા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ ટ્રસ્‍ટી શ્રી ઈન્‍દુભાઈ સોનીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કારોબારી સભ્‍ય શ્રી પલક સોની અને મહામંત્રી શ્રી હિમાંશુભાઈ સોનીએ કર્યું હતું. (૭.૧૯)

(3:57 PM IST)