News of Tuesday, 25th February 2025
મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરાઈ
મોડાસાથી પ્રયાગરાગ, અયોધ્યા, કાશી વિશ્વનાથ, ઉજજેન સહિત 7 જેટલા ધર્મસ્થાનોની 8 દિવસની યાત્રાના નામે યાત્રાળુ દીઠ 8 હજાર રૂપિયા ઓનલાઇન બુકીંગ કારાવી છેતરપિંડી

અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટુર્સના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી આચરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
મોડાસાથી પ્રયાગરાગ, અયોધ્યા, કાશી વિશ્વનાથ, ઉજજેન સહિત 7 જેટલા ધર્મસ્થાનોની 8 દિવસની યાત્રાના નામે યાત્રાળુ દીઠ 8 હજાર રૂપિયા ઓનલાઇન બુકીંગ કારાવી છેતરપિંડી આચરવામાં આવી છે.
મોડાસા બાયપાસ સહયોગ ચોકડી પાસેથી આજે સવારે 10 વાગે ઉપાડનારી ટ્રાવેલ્સ બસ ના આવતા યાત્રાળુઓ એકઠા થઇ છેતરપીંડી થઈ હોવાના આક્ષેપ સાથે ભારે રોષ જોવા મળ્યો હતો
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
