<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ડીજે સાથે પરણવા નીકળેલા વરરાજા સામે વડોદરામાં ગુનો નોંધાયો

વરરાજા નિલેશ વસાવા, ડીજે સંચાલક દીક્ષિત પાટણવાડીયા સામે ધ્વનિ પ્રદુષણનો ગુનો નોંધાયો:વર પક્ષનું ડીજે અને કન્યા પક્ષનું 28 સ્પીકરનું બેન્ડ પણ કબજે

વડોદરા : સીબીએસઈ બોર્ડની પરીક્ષા સમયે ડીજે સાથે પરણવા નીકળેલા વરરાજા સામે, વડોદરામાં  ગુનો નોંધાયો છે. ડભોઇના કયાવરોહણથી મોડી રાત્રે જાન વાજતે ગાજતે ડીજેના તાલે પરણવા નીકળેલા વરરાજાને પોલીસે અટકાવ્યા હતા. 

  વરરાજા નિલેશ વસાવા, ડીજે સંચાલક દીક્ષિત પાટણવાડીયા સામે ધ્વનિ પ્રદુષણનો ગુનો નોંધાયો છે. વર પક્ષનું ડીજે અને કન્યા પક્ષનું 28 સ્પીકરનું બેન્ડ પણ કબજે કરવામાં આવ્યું છે. ડભોઇના કયાવરોહણથી જાન આવી હતી, 11 વાગ્યાંથી શરૂ થયેલો વરઘોડો 1.15 વાગ્યાં સુધી ડીજેના તાલે ચાલતો રહ્યો હતો. સ્થાનિકોની ફરિયાદ આવતા અટલાદરા પોલીસે કાર્યવાહી કરી હતી

 


 

(6:27 PM IST)