News of Tuesday, 25th February 2025
પાલનપુરમા બારડ પુરા પોલીસ ચોકી પાસે સળગી જનાર પૂર્વ મહિલા કોર્પોરેટરનુ મોત
પડોશીની તકરારમાં સમાધાન માટે ગયેલા પૂર્વ કોર્પોરેટર ગુલશન ચુનારાએ પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચોંપી દીધી હતી.

પાલનપુરમા બારડ પુરા પોલીસ ચોકી આગળ પૂર્વ કોર્પોરેટર સળગી જતા મોત થયું છે. દાઝી ગયા બાદ સારવાર માટે દાખલ કરાયેલ પૂર્વ કોર્પોરેટર ગુલશન ચુનારાનું મોત થયું છે
. એક અઠવાડિયા અગાઉ બારડપુરા પોલીસ ચોકી આગળ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પડોશીની તકરારમાં સમાધાન માટે ગયેલા પૂર્વ કોર્પોરેટર ગુલશન ચુનારાએ પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચોંપી દીધી હતી. મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું પાલનપુર પૂર્વ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
