<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

રાજયમાં કપાસનો ઉંચો ભાવ માણાવદરમાં 1600 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 44 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 44 માર્કેટ યાર્ડમાં કુલ 2,586.43 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 44 માર્કેટ યાર્ડમાં કુલ 2,586.43 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1496 રૂ. અને નીચો ભાવ 1312 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડાલીમાં 1532 રૂ., વિસનગરમાં 1519 રૂ., બોટાદમાં 1514 રૂ., હળવદમાં 1511 રૂ., ગોંડલમાં 1481 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

  કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,586.43 ટન કપાસની આવક થઇ છે.

(7:49 PM IST)