News of Tuesday, 25th February 2025
EPFOએ આપી રાહત: UAN એક્ટિવેશન અને આધાર લિંકની ડેડલાઈન વધારી દેવાઈ : જાણો સમગ્ર પ્રક્રિયા
UAN એક્ટિવેટ કરીને, કર્મચારીઓ પીએફ બેલેન્સ ચેક પાસબુક ડાઉનલોડ કરી શકે છે અને તેનો ઓનલાઈન દાવો કરી શકે

અમદાવાદ :એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ નોકરી કરતા લોકોને મોટી રાહત આપી છે. તેણે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ને સક્રિય કરવા અને બેંક ખાતાને આધાર (Aadhaar Link) સાથે લિંક કરવાની સમયમર્યાદા લંબાવી છે. હવે આ મહત્વપૂર્ણ કામ 15 માર્ચ 2025 સુધીમાં થઈ શકશે. આ સમયમર્યાદા 15 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ હતી.
EPFOની તમામ ઓનલાઈન સેવાઓનો લાભ લેવા માટે UAN એક્ટિવેટ કરવું જરૂરી છે. EPFO એ તેના સત્તાવાર X એકાઉન્ટ દ્વારા આ માહિતી શેર કરી છે.
યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) 12 અંકોનો છે. આના દ્વારા કર્મચારીઓ તેમના પીએફ ખાતા સંબંધિત તમામ માહિતીને ટ્રેક કરી શકે છે. UAN એક્ટિવેશનના ઘણા ફાયદા છે:
તમે EPFOની તમામ ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકો છો.તમે પીએફ ખાતાની માહિતી જોઈ શકો છો અને પાસબુક ડાઉનલોડ કરી શકો છો.પીએફની રકમ ઓનલાઈન ઉપાડી શકો છો.તમે કોઈપણ મુશ્કેલી વિના PF ટ્રાન્સફર કરી શકો છો.તમે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (ELI સ્કીમ)નો લાભ મેળવી શકો છો.
EPFOની ELI યોજના હેઠળ સરકાર નવા કર્મચારીઓને પ્રોત્સાહન અને અન્ય લાભો આપે છે. તેથી UANને આધાર અને બેંક ખાતા સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
UAN એક્ટિવેશન અને આધાર લિંક કેવી રીતે કરવું?
EPFOની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.સર્વિસ સેક્શનમાં 'For Employees' પર ક્લિક કરો.'Member UAN Online Service' પર ક્લિક કરો.'Activate UAN' પર ક્લિક કરો.12 અંકનો UAN, આધાર નંબર, નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો.'Get Authorization Pin' પર ક્લિક કરો.આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP આવશે, તેને એન્ટર કરો અને સબમિટ પર ક્લિક કરો.UAN એક્ટિવેટ થશે અને મોબાઈલ પર પાસવર્ડ મળશે.UAN અને પાસવર્ડ નાખીને લોગિન કરો.
આધારને EPF ખાતા સાથે કેવી રીતે લિંક કરવું?
EPFOની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.''For Employees' સેક્શનમાં 'Member UAN Online Service' પર ક્લિક કરો.UAN અને પાસવર્ડ નાખીને લોગિન કરો.'Manage' વિભાગમાં 'KYC' વિકલ્પ પર ક્લિક કરો.આધાર નંબર અને બેંક ખાતાની વિગતો દાખલ કરો.'Save' પર ક્લિક કરો અને EPFO તરફથી વેરિફિકેશનની રાહ જુઓ.KYCની મંજૂરી પછી, આધારને EPF ખાતા સાથે લિંક કરવામાં આવશે.
EPFOના નવા ફેરફારો અને વધુ યોજનાઓ
EPFO હવે UPI દ્વારા PF ઉપાડની સુવિધા આપવાનું આયોજન કરી રહ્યું છે. તેનાથી પીએફ ઉપાડ વધુ સરળ બનશે. EPFO એ નવા નિયમો લાગુ કર્યા છે, જે અંતર્ગત નામ અને જન્મતારીખમાં કોઈ પણ દસ્તાવેજ વગર સુધારણા કરી શકાશે. હવે EPFO મેમ્બર્સ પોતે પોતાનું PF એકાઉન્ટ એક એમ્પ્લોયરથી બીજામાં ટ્રાન્સફર કરી શકશે.
જો તમને EPFO સંબંધિત કોઈ સમસ્યા હોય, તો તમે તેનો ઉકેલ મેળવવા માટે EPFO હેલ્પલાઈન નંબર 1800-118-005 પર પણ સંપર્ક કરી શકો છો.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
