<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

અમદાવાદના થલતેજમાં વાઈબ્રન્ટ રેસિડન્સી હોટેલના રૂમમાં યુવકે આપઘાત કર્યો :ચકચાર

યુવકે આપઘાત પહેલાં લખ્યું હતું કે, તું તારાં માતાપિતા, મિત્રો અને સગાંની વાતોમાં આવી ગઈ અને તેં મને છોડી દીધો. મારી આત્મહત્યા પાછળ મારી પત્ની ભૂમિ જવાબદાર

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી વાઈબ્રન્ટ રેસિડન્સી હોટેલના રૂમમાં એક યુવકે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. યુવકે આપઘાત પહેલાં લખ્યું હતું કે, તું તારાં માતાપિતા, મિત્રો અને સગાંની વાતોમાં આવી ગઈ અને તેં મને છોડી દીધો. મારી આત્મહત્યા પાછળ મારી પત્ની ભૂમિ જવાબદાર છે. વસ્ત્રાપુર પોલીસે પત્ની વિરુદ્ધ દુષ્યેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

સુરેન્દ્રનગર ભલગામ વણકર વાસમાં રહેતા રાહુલ પરમારે થલતેજની વાઈબ્રન્ટ હોટેલના રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ પહોંચી હતી. રૂમમાંથી 2 ફોન, 1 લેપટોપ, પાકીટ તેમ જ સુસાઈટ નોટ મળી આવી હતી. જેના આધારે રાહુલની ઓળખ થઈ હતી. આ અંગે પોલીસે રાહુલના પિતાને જાણ કરી હતી

(12:46 PM IST)