News of Thursday, 27th February 2025
અમદાવાદના જોધપુરની વિવેકાનંદનગરના રિડેવલપમેન્ટ સામે કન્ટેમ્પ્ટની અરજી હાઇકોર્ટે ફગાવી: ઠપકો આપ્યો
ખંડપીઠે અરજદારની કન્ટેમ્પ્ટ પિટિશન રિડેવલપમેન્ટની સમગ્ર પ્રક્રિયાને અવરોધવાના ઈરાદે દાખલ કરાઈ હોવાનું ઠરાવી અરજદાર પક્ષને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો: અરજદારે ખોટી રીતે આવી નિરર્થક અરજી દાખલ કરીને અદાલતનો કિંમતી સમયનો દુર્વ્યય કર્યો

અમદાવાદ : શહેરના જોધપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ નગર સોસાયટીના રિડેવલપમેન્ટના વિવાદમાં સ્થાનિક રહીશ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ(અદાલતી તિરસ્કાર)ની અરજી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ. એસ. સુપહીયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. ખંડપીઠે અરજદારની કન્ટેમ્પ્ટ પિટિશન રિડેવલપમેન્ટની સમગ્ર પ્રક્રિયાને અવરોધવાના ઈરાદે દાખલ કરાઈ હોવાનું ઠરાવી અરજદાર પક્ષને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અરજદારે ખોટી રીતે આવી નિરર્થક અરજી દાખલ કરીને અદાલતનો કિંમતી સમયનો દુર્વ્યય કર્યો છે.
હાઇકોર્ટે અરજદાર સ્થાનિક રહીશને દંડની રૂપિયા 10 હજારની રકમ બે સપ્તાહમાં ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવવા પણ હુકમ કર્યો હતો. જો કે, ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો એટલા માટે પણ બહુ મહત્ત્વનો છે કે, રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં બહુમતી કરતાં ઓછી સંખ્યાના જૂજ સભ્યો કે, કોઈક સભ્ય દ્વારા ખોટી રીતે અવરોધ કે રોડા નાંખવાનો પ્રયાસ કરી પ્રોજેકટ વિલંબિત કરાય તો આવા વિલંબ પાછળ થયેલા ખર્ચની રકમ વિરોધ કરનાર અને લિટિગેશન્સ કરનાર રહીશ પાસેથી ઉઘરાવી શકાશે તેવી જોગવાઈને એક રીતે હાઇકોર્ટે બહાલી આપી હતી.
અરજદાર સરોજબેન કિર્તીભાઈના વારસો તથા અન્યો દ્વારા દાખલ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનનો વિરોધ કરતાં સોસાયટી તરફથી એડવોકેટ વિશ્વા જી. પટેલ અને ડેવલપર એક્સેલ લાઇફ સ્પેસ એલએલપી તરફથી એડવોકેટ રાહિલ પી. જૈને અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, જોધપુરની સ્વામી વિવેકાનંદનગર કો. ઓ. હા. સોસાયટીના રિડેવલપમેન્ટ માટે અગાઉ સિંગલ જજે તારીખ 21-6-2022ના હુકમથી મંજૂરી આપી દીધી હતી. એ પછી હાઇકોર્ટની ખંડપીઠે પણ તારીખ 23-1-2023ના હુકમથી સિંગલ જજનો હુકમ બહાલ રાખ્યો હતો.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
