News of Thursday, 27th February 2025
દિલીપભાઈ સંઘાણીને સુપ્રિમ કોર્ટે રાહત આપી : જળાશયોના ફિશીંગ કોન્ટ્રાકટરને લઈને સર્જાયેલ ૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડ કેસમાં

૫૮ જળાશયોના ફિશીંગ કોન્ટ્રાકટરને લઈને સર્જાયેલ ૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડ કેસમાં દેશના જાણીતા સહકારી અગ્રણી પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીને સુપ્રિમ કોર્ટે રાહત આપી છે. ટેન્ડર પ્રક્રિયા વિના સહકારી જૂથોને કોન્ટ્રાકટ આપવાનો આરોપ તેમના ઉપર લાગ્યો હતો. અગાઉ કેસ ડિસ્ચાર્જ કરવાની માગણી કરતી દિલીપભાઈની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર બાદ શ્રી સંઘાણીએ ૪/૧૦/૨૦૨૪ના સુપ્રિમમાં હાઈકોર્ટના હુકમને પડકારેલ. જેનો ચુકાદો આજે સુપ્રિમે આપ્યો અને નીચલી બંને કોર્ટના ઓર્ડર સુપ્રિમે ફગાવી દીધા છે. સુપ્રિમે કહ્યુ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે તેના પુરાવાઓ નથી. આમ દિલીપભાઈને મોટી રાહત મળી છે. ૨૨ એપ્રિલ સુધી ચાર્જ ફ્રેમ નહિં કરવા આદેશ પણ આપ્યો છે.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
