News of Thursday, 27th February 2025
ગાંધીનગરના એએસઆઇ અશોક ચોધરીની બે લાખની લાંચ લેતાં જામનગર એસીબીએ કરી ધરપકડ
નાણાકીય લેતીદેતી અંગે ગેરરીતીની અરજી મામલે હેરાન નહિ કરવા રૂપિયા માંગ્યા'તા એસીબી વડા પિયુષ પટેલ પોતાની પસંદગી સાર્થક કરી રહ્યા છેઃ મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલના નેતૃત્વમાં વધુ એક રિશ્વતખોરને ઝડપી લેવામાં સફળતા :ગુપ્તતા જાળવવા જામનગર એસીબી ટીમને જવાબદારી સોંપાઇ હતીઃ પીઆઇ આર. એન. વિરાણી અને ટીમની કાર્યવાહીથી પોલીસબેડામાં સન્નાટો

રાજકોટ તા. ૨૭: એસીબીના છટકામાં વધુ એક રિશ્વતખોર પોલીસ કર્મચારી ઝડપાઇ જતાં પોલીસબેડામાં ચકચાર જાગી છે. ગાંધીનગરના આસી. સબ ઇન્સ્પેક્ટરે એક નાણાકીય ગેરરીતિની અરજીની તપાસમાં હેરાનગતી નહિ કરવાના બદલામાં બે લાખની લાંચ માંગી હતી. પણ આક્ષેપીત લાંચ આપવા ઇચ્છતા ન હોઇ તેણે એસીબીને જાણ કરતાં સફળ છટકુ ગોઠવાયુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં નાયબ કલેકટર સહિત સરકારી યોજના બદનામ થાય તે રીતે વર્તી રહેલ વર્ગ ત્રણનાં કર્મચારીને રૂપિયા ૧૦૦ લાંચ સહિત અનેકને જેમના માર્ગદર્શન હેઠળ ઝડપી લેવામાં આવ્યા છે તેવા acb વડા પિયુષ પટેલ પોતાની પસંદગી સાર્થક કરતા હોય તેમ વધુ એક સફળતા બોર્ડર રેન્જ acb નાં મદદનીશ નિયામક અને રાજકોટ acb નાં ઇન્ચાર્જ મદદનીશ નિયામક કળષ્ણકુમારસિંહ ગોહિલના નેતળત્વ નીચે વધુ એક સફળતા તેમની ટીમના જામનગરના પીઆઇ આર.એન. વિરાણીને મળી છે. ગાંધીનગરમાં સેકટર ૭માં ફરજ બજાવતા અશોકભાઈ ચોધરીને ૨ લાખની લાંચનાં છટકામાં ગાંધીનગર અતિથિ ધાબા પાસેનાં સર્વિસ રોડ, કન્ટેનર બ્રિજ પાસે અડાલજ, ગાંધીનગરથી જામનગર acb દ્વારા ઝડપી લેવાયા છે. વધુ માહિતી મુજબ આક્ષેપીત સેકટર-૭ પોલીસ સ્ટેશન, ગાંધીનગરમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. આ કામના ફરીયાદીશ્રી વિરૂધ્ધ નાણાકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજી કરેલ તેની તપાસ આક્ષેપીત ચલાવી રહેલ હોય, આક્ષેપીતે ફરીયાદીને અરજી તપાસમાં હેરાનગતી નહી કરવા અને ગુન્હો દાખલ નહી કરવાના અવેજ પેટે રૂા.૨,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરેલ. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઇ ફરિયાદીએ જામનગર એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કર્યો હતો અને એસીબીએ લાચ લેતા રંગેહાથ ઝડપી લેતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
