<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ગુજરાત સેમીકનેકટ સાથે IESA વિઝન સમિટ

સ્‍થાનિકથી વૈશ્‍વિક વેલ્‍યુ ચેઇન નિર્માણઃ સ્‍થાનિક ઉદ્યોગોને વૈશ્‍વિક ક્ષેત્રે તક

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭: ભારત જયારે સેમિકન્‍ડકટર ઉત્‍પાદન ક્ષેત્રે વૈશ્‍વિક કેન્‍દ્ર બનવા પોતાના માર્ગ પર આગળ વધી રહ્યું છે, ત્‍યારે ગુજરાત રાજય આ પરિવર્તનમાં અગ્રેસર રહ્યું છે. મજબૂત પોલીસી ફ્રેમવર્ક, વિશ્‍વસ્‍તરીય ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને વ્‍યૂહાત્‍મક સરકારી પહેલ સાથે, ગુજરાત રાજય સેમિકન્‍ડકટર ક્ષેત્રે રોકાણ માટે પ્રથમ પસંદગી મેળવી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વ હેઠળ, ભારત એક સમૃદ્ધ સેમિકન્‍ડકટર અને ઇલેકટ્રોનિકસ સિસ્‍ટમ ડિઝાઇન અને મેન્‍યુફેકચરિંગ (ESDM) ઇકોસિસ્‍ટમને પ્રોત્‍સાહન આપી રહ્યું છે.

ગુજરાતના માનનીય મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાતે ઝડપથી ઉભરતી તકોનો લાભ મેળવ્‍યો છે અને સેમિકન્‍ડકટર પ્રોજેકટ ડેવલોપમેન્‍ટના વિવિધ તબકકા સાથે ગુજરાત સરકાર હવે લાંબા ગાળાના વિકાસને ટકાવી રાખવા માટે એક મજબૂત અને સર્વગ્રાહી સેમિકન્‍ડકટર ઇકોસિસ્‍ટમ બનાવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે. ગુજરાત સેમીકનેકટ કોન્‍ફરન્‍સ ર૦ર૪ની અનોખી સફળતાના આધારે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), ગ્‍લોબલ સેમિકન્‍ડકટર એસોસિએશન SEMI, અને ઇન્‍ડિયા ઇલેકટ્રોનિકસ એન્‍ડ સેમિકન્‍ડકટર એસોસિએશન (IESA) એ જાહેરાત કરી છે કે ‘‘ગુજરાત સેમીકનેકટ ર૦રપ'' સેમિકન્‍ડકટર ટેકનોલોજીમાં આત્‍મનિર્ભરતા તરફ ભારતની સફરને આગળ વધારવામાં મુખ્‍ય ભૂમિકા ભજવશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), ઇલેકટ્રોનિકસ ઉત્‍પાદન સપ્‍લાય ચેઇનને સેવા માટે સેવા આપતું તેમજ સેમિકન્‍ડકટર અને સંબંધિત ઉદ્યોગો માટે સ્‍ટાન્‍ડર્ડસ, પ્રચાર અને માર્કેટ રીચર્સ પુરૂં પાડતું ગ્‍લોબલ સેમિકન્‍ડકટર એસોસિએશન SEMI, અને ભારતીય ઇલેકટ્રોનિકસ સિસ્‍ટમ ડિઝાઇન એન્‍ડ મેન્‍યુફેકચરિંગ (ESDM) ઉદ્યોગનું પ્રતિનિધિત્‍વ કરતી અગ્રણી વેપાર સંસ્‍થા ઇન્‍ડિયા ઇલેકટ્રોનિકસ એન્‍ડ સેમિકન્‍ડકટર એસોસિએશન (IESA) એ પ થી ૭ માર્ચ, ર૦રપ દરમિયાન આયોજિત ગુજરાત સેમીકનેકટ ર૦રપની સાથે યોજાનાર IESA વિઝન સમિટની ૧૯મી આવૃત્તિ અને ઇન્‍ડિયન સેમિકન્‍ડકટર્સ એન્‍ડ પેકેજિંગ ઇકોસિસ્‍ટમ કોન્‍ફરન્‍સ (ISPEC) ર૦રપની મુખ્‍ય બાબતો જણાવી. આ કોન્‍ફરન્‍સનું આયોજન ગુજરાત સ્‍ટેટ ઇલેકટ્રોનિકસ મિશન (GSEM), SEMI અને IESA દ્વારા સંયુકત રીતે કરવામાં આવશે. ગાંધીનગરના સચિવાલય ખાતે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના અગ્રસચિવ શ્રીમતી મોના ખંધાર દ્વારા ગુજરાત રાજય ઇલેકટ્રોનિકસ મિશન (GSEM) ના મિશન ડિરેકટર શ્રી મનીષ ગુરવાણી, SEMI ગ્‍લોબલના પ્રમુખ અને CEO શ્રી અજિત મનોચા,IESA ના પ્રમુખશ્રી અશોક ચાંડક અને ગુજરાતના સેમિકન્‍ડકટર ક્ષેત્રે મુખ્‍ય રોકાણકારો માઇક્રોન, ટાટા, સીજી પાવર અને કેન્‍સના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રેસ મીડિયાને માહિતી આપવામાં આવી હતી.

(3:45 PM IST)